Trending News
શિક્ષણ સમાચાર

ગાંધીધામની એસ પોદાર વિદ્યાજ્યોતિ શાળામાં શૈક્ષણિક અને રમતગમત ક્ષેત્રે સિદ્ધિઓનો સંગમ

21 April


અદ્યતન સુવિધાઓ અને વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા શાળાએ મેળવી આગવી ઓળખ

ગાંધીધામ - કચ્છઉદય : ગાંધીધામ સ્થિત એસ પોદ્દાર વિદ્યાજ્યોતિ શાળા વર્ષોથી પોતાના આધુનિક માળખાકીય સુવિધાઓ, સુચારુ વહીવટ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં એક વિશ્વાસપાત્ર અને આસ્થારૂપ શિક્ષણ કેન્દ્ર તરીકે ઉભરી આવી છે. શાળા હંમેશા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપતી રહી છે, જ્યાં અનુભવી અને ઉચ્ચ લાયકાત ધરાવતા શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને પ્રાયોગિક વિકાસ માટે શાળામાં સ્ટેમ લેબ, કમ્પ્યુટર લેબ, ગણિત લેબ, વિજ્ઞાન લેબ અને એડવાન્સ લાઈબ્રેરી જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. નાના બાળકો માટે સ્માર્ટ બોર્ડથી સજ્જ કે.જી. વર્ગો તેમજ વિશાળ ખેલમેદાનમાં ક્રિકેટ અને બાસ્કેટબોલ જેવી રમતો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.શાળા માત્ર શૈક્ષણિક ક્ષેત્રમાં જ નહીં પરંતુ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસ અને પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ સહપાઠ્ય પ્રવૃત્તિઓનું આયોજન પણ કરે છે, જેના પરિણામે વિદ્યાર્થીઓએ વિવિધ આંતરશાળા સ્પર્ધાઓમાં ભાગ લઈ શાળાનું ગૌરવ વધાર્યું છે. તાજેતરમાં ખેલમહાકુંભ ૨૦૨૫માં જીલ્લાકક્ષાની રસ્સાખેંચ અન્ડર-૧૭ બહેનોની સ્પર્ધામાં શાળાની ટીમે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું, જ્યારે કબ્બડી અન્ડર-૧૪ બહેનોમાં દ્વિતીય સ્થાન મેળવી સફળતા હાંસલ કરી હતી. આ ઉપરાંત તાલુકાકક્ષાની લાંબીકુદ સ્પર્ધામાં વિદ્યાર્થિની કુ. પ્રિયાંશીબા ઝાલાએ દ્વિતીય સ્થાન મેળવી શાળાનું નામ રોશન કર્યું છે.શૈક્ષણિક સ્પર્ધાઓમાં પણ શાળાના વિદ્યાર્થીઓએ એસ.ઓ.એફ. દ્વારા આયોજિત આઈ.જી.કે.ઓ., આઈ.ઈ.ઓ., આઈ.એમ.ઓ., એન.એસ.ઓ. અને આઈ.એચ.ઓ. જેવી ઓલિમ્પિયાડ પરીક્ષાઓમાં મેડલ અને પ્રમાણપત્રો પ્રાપ્ત કર્યા છે. નેલ્ટાસ અને રંગોત્સવ જેવી આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સાથે જ શાળાના ત્રણ શિક્ષકોને પણ તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ વિશેષ સન્માન પ્રાપ્ત થયું હતું. ગત ૩૧ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ શાળામાં “આનંદમેળા ૩.૦” નામે ફનફેરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો.
અન્ય સિદ્ધિઓમાં કચ્છ મલયાલી વેલ્ફર એસોસિએશન દ્વારા આયોજિત સ્પર્ધાઓમાં ધોરણ ૧૧ની વિદ્યાર્થિની રીન્કુ પરિહારે દ્વિતીય સ્થાન મેળવ્યું હતું, તેમજ શાળાએ ગાંધીધામ નગરપાલિકાના “સ્વચ્છ ગાંધીધામ” અભિયાનમાં પણ સક્રિય યોગદાન આપ્યું હતું. નર્સરીથી ધોરણ ૧૨ (કોમર્સ) સુધીના વર્ગો ધરાવતી આ અગ્રણી સી.બી.એસ.ઈ. શાળા તેના વિશાળ અને હરિયાળા સંકુલ તેમજ હવા-ઉજાસથી સજ્જ વર્ગખંડો સાથે ભવિષ્યમાં પણ શ્રેષ્ઠ નાગરિકો તૈયાર કરવા માટે કટિબદ્ધ છે.

........

Comments

COMMENT / REPLY FROM