ગાંધીધામની ડીએનવી ઈન્ટરનેશનલ એજ્યુકેશન એકેડમીમાં વર્ષ ૨૦૨૬ માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ
ગાંધીધામ - કચ્છઉદય : ગાંધીધામ સ્થિત ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા ડીએનવી ઈન્ટરનેશનલ એજ્યુકેશન એકેડમી દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬ માટે વિવિધ સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. એઆઈસીટીઈ દ્વારા માન્યતા પ્રાપ્ત આ સંસ્થામાં ખાસ કરીને બીબીએ અને બીસીએ તેમજ આ બંને વિષયોમાં ઓનર્સ ડિગ્રી માટેના એડમિશન ઓપન કરવામાં આવ્યા છે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ કેમ્પસમાં વિદ્યાર્થીઓને ૧૦ વર્ષથી વધુ અનુભવ ધરાવતા નિષ્ણાત શિક્ષકો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. સંસ્થા દ્વારા શૈક્ષણિક ગુણવત્તાની સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સુસજ્જ ક્લાસરૂમ, વિશાળ લાઈબ્રેરી અને કેન્ટીન જેવી પાયાની સગવડો પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત રમતગમત ક્ષેત્રે રુચિ ધરાવતા વિદ્યાર્થીઓ માટે ઈન્ડોર અને આઉટડોર રમતોની સુવિધા સાથેનું સ્પોટ્ર્સ એરેના પણ ઉપલબ્ધ છે. તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે એકેડમી દ્વારા સ્કોલરશિપની સુવિધા પણ આપવામાં આવી રહી છે. પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓ અને વાલીઓ વધુ માહિતી માટે સંસ્થાના સંપર્ક નંબર ૯૫૩૭૫ ૮૧૫૬૬ અથવા ૮૨૦૦૩ ૬૮૬૨૫ પર સંપર્ક કરી શકે છે અથવા સંસ્થાની વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.

Comments