Trending News
શિક્ષણ સમાચાર

લર્નર્સ એકેડેમી ઇંગ્લિશ સ્કૂલ : શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન કરતી આદિપુરની અગ્રેસર શૈક્ષણિક સંસ્થા

21 April




નજીવી ફી અને શૂન્ય ડોનેશનના ઉમદા હેતુ સાથે જી.પી. સોશિયલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શાળામાં પ્લે-હાઉસથી ધોરણ ૧૨ સુધીના વિદ્યાર્થીઓનો થઈ રહ્યો છે સર્વાંગી વિકાસ



ગાંધીધામ - કચ્છઉદય : આદિપુર અને ગાંધીધામ વિસ્તારના મધ્યમવર્ગીય પરિવારોના બાળકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત અંગ્રેજી માધ્યમનું શિક્ષણ મળી રહે તેવા શુભ આશયથી જી.પી. સોશિયલ ટ્રસ્ટ સંચાલિત લર્નર્સ એકેડેમી ઇંગ્લિશ સ્કૂલ કાર્યરત છે. તુલસીદાસ કલવાણી અને માલા કલવાણી દ્વારા સ્થાપિત આ સંસ્થાની શરૂઆત માત્ર નર્સરીથી થઈ હતી, જે આજે પ્રગતિના સોપાન સર કરીને પ્લે-હાઉસથી ધોરણ ૧૨ સુધીના વર્ગો સફળતાપૂર્વક ચલાવી રહી છે. આ શાળાની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં પ્રવેશ સમયે કોઈપણ પ્રકારનું ડોનેશન લેવામાં આવતું નથી અને માત્ર નજીવી ફીમાં બાળકોને તમામ મૂળભૂત સુવિધાઓ સાથે શિક્ષણ આપવામાં આવે છે. આ ઉપરાંત સરકારના નિયમો અનુસાર આર.ટી.ઈ. અંતર્ગત પણ પ્રવેશ પ્રક્રિયાનો લાભ અહીં ઉપલબ્ધ છે.શાળાના શૈક્ષણિક માળખાની વાત કરીએ તો અહીં ઉચ્ચ લાયકાત ધરાવતા અને તાલીમબદ્ધ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સ્નેહભાવ સાથે શિક્ષણ આપવામાં આવે છે. સંસ્થામાં ૯૦ ટકા મહિલા શિક્ષકો અને કર્મચારીઓ કાર્યરત છે, જે એક સુરક્ષિત અને પારિવારિક વાતાવરણ પૂરું પાડે છે. શાળાનું ભવન વિશાળ અને પ્રાકૃતિક છે, જેમાં સ્માર્ટ બોર્ડ ધરાવતા વર્ગખંડો, કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબોરેટરી, લાઈબ્રેરી, ઓડિયો-વિઝ્યુઅલ રૂમ અને રમતગમતના સાધનોથી સજ્જ સ્પોર્ટ્‌સ રૂમ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. સમગ્ર પરિસર સી.સી.ટી.વી. કેમેરાથી સુરક્ષિત રાખવામાં આવ્યું છે.શૈક્ષણિક પરિણામોમાં પણ શાળાએ હમેશા મેદાન માર્યું છે, જ્યાં ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોમાં એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરીને સંસ્થાનું નામ રોશન કર્યું છે. અભ્યાસની સાથે અહીં ’ભારત કો જાણો’ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ, સંસ્કૃત પરીક્ષાઓ અને જીકેઆઈક્યુ ટેસ્ટ માટે પણ વિશેષ તૈયારી કરાવવામાં આવે છે. રમતગમત ક્ષેત્રે પણ શાળાના રમતવીરોએ એથલેટીક્સ, વોલીબોલ, ચેસ, અને કુસ્તી જેવી રમતોમાં તાલુકાથી લઈને રાજ્ય કક્ષા સુધી સિદ્ધિઓ હાંસલ કરી છે. કલા મહોત્સવ અને સંગીત ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓએ જિલ્લા અને રાજ્ય કક્ષાએ પ્રથમ તેમજ દ્વિતીય સ્થાન મેળવી પોતાની પ્રતિભા સાબિત કરી છે.વિદ્યાર્થીઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે શાળામાં નિયમિત સંગીતમય પ્રાર્થના સભા, યોગ અને ધ્યાન ધરાવતા સત્રો યોજવામાં આવે છે. વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા અહીં કારકિર્દી માર્ગદર્શન અને સામાજિક સુરક્ષા અંગેના વ્યાખ્યાનો પણ આપવામાં આવે છે. હાલમાં ટ્રસ્ટીમંડળના સભ્યો કે.એલ. ભાવનાણી, તુલસીદાસ કલવાણી અને અન્ય મહાનુભાવોના માર્ગદર્શન હેઠળ આચાર્ય હિતેશ રામદાસાણી અને યેશા રામદાસાણી તેમજ નિષ્ઠાવાન શિક્ષકોની ટીમ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કાર્યરત છે. આ શાળાએ સમાજને કુશળ ડોક્ટરો, ઈજનેરો અને જવાબદાર નાગરિકો આપ્યા છે, જે સંસ્થાની ખરી સફળતા છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ શાળાના પ્રેરણાદાયી વાતાવરણ અને જીવનઘડતરની પ્રવૃત્તિઓથી સંતોષ અનુભવે છે.

............

Comments

COMMENT / REPLY FROM