Trending News
શિક્ષણ સમાચાર

વિદ્યાર્થીઓને દેશનો શ્રેષ્ઠ નાગરિક બનાવવા નેમ ધરાવતી આદિપુરની એક્સલસીયર હાઈ મોડેલ સ્કૂલ

21 April




આધુનિક સુવિધાઓસાથેની આ શાળા બાળકોના સર્વાંગી વિકાસ માટેની એક ઉત્તમ શિક્ષણ સંસ્થા છે


ગાંધીધામ - કચ્છઉદય : વિદ્યા સંકુલ ગણાતા આદિપુરમાં છેલ્લા ૬૨ વર્ષથી શૈક્ષણિક સેવા ક્ષેત્રે સતત કાર્યરત રહેલી એક્સલસીયર મોડેલહાઈ સ્કૂલ વિદ્યાર્થીઓને દેશનો શ્રેષ્ઠ નાગરિક બનાવવાનો નેમ ધરાવે છે. શાળા સંકુલમાં અત્યાધુનિક સુવિધાની સાથે  ગુણવત્તાસભર શિક્ષણ પણ પૂરું પાડી રહી છે. 
આદિપુર સ્થિત એક્સલસીયર મોડેલ સ્કૂલ આદિપુર સહિત આસપાસના ગાંધીધામ, અંતરજાળ, મેઘપર બોરીચી તથા અંજારથી આવતા બાળકોના સર્વાંગિ વિકાસ માટે હંમેશાં તત્પર રહી છે. અહીં આવતા વિદ્યાર્થીઓને કારકિર્દીલક્ષી ઉચ્ચત્તમ શિક્ષણ આપવાના હેતુની સાથે વિદ્યાર્થી ભારત દેશનો શ્રેષ્ઠ નાગરિક બની સમાજની સાથે-સાથે રાષ્ટ્રની પણ સેવા કરે એવા ધ્યેય સાથે અહીંના શિક્ષકો સેવા આપી રહ્યા છે. એક્સલસીયર મોડેલ સ્કૂલના આચાર્યા હર્ષાબેન મહેતા વર્ષ ૧૯૮૫ થી બાળકોના અભ્યાસ માટે સતત જાગૃત રહી શિક્ષણકાર્ય માટે કાર્યરત રહ્યા છે. પ્રી પ્રાઇમરી થી ધોરણ ૧૨ સુધીના બાળકો માટેશાળામાં સુસજ્જ એર કન્ડીશનર વર્ગખંડો,ઓડિયો-વિઝ્યુઅલ રૂમની આધુનિક ટેકનોલોજી, યોગા, ડાન્સ અને મ્યુઝિક માટે વિશિષ્ટ રૂમ, કોમ્પ્યુટર લેબ અને સાયન્સ લેબોરેટરી, તેમજ રમતો માટે અલગ રૂમ અને આઉટડોર પ્રવૃત્તિઓ માટે વિશાળ ગ્રાઉન્ડ જેવી સુવિધાઓથી  બાળકોને ભણતર સાથે વિવિધ પ્રવૃત્તિઓમાં પણ આગળ વધારવા માટે અહીં વધુ મહત્વ આપવામાં આવે છે.તારીખ ૨૯ નવેમ્બર ૨૦૨૫ ના રોજ રાજકોટ ખાતે આવેલી ગારડી વિદ્યાલયમાં AIPSA – All India Private school Association Education Excellence Conclave & Principals Award-2025 Gujarat યોજાયો. જેમા શાળાના માનનીય પ્રિન્સિપાલ હર્ષા મહેતાને વષૅ ૨૦૨૫માં બેસ્ટ પ્રિન્સિપાલના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.આ શાળામાં શૈક્ષણિકશુલ્ક  નિમ્નતમ રાખવામાં આવી છે, જેથી સામાન્ય બાળકો તેમજ મધ્યમવર્ગીય પરિવારના બાળકોને પણ શ્રેષ્ઠ શિક્ષણ પ્રદાન કરી શકાય.

 

Comments

COMMENT / REPLY FROM