ગાંધીધામ નગરપાલિકાની તિજોરી ભાજપના પૂર્વ કારોબારી ચેરમેન જેવા અમુક ભ્રષ્ટ લોકોએ કરી દીધી સાફસફાઈ : સમીપભાઈ જોષી
શહેરની સફાઈ તો કેટલી થઈ ભગવાન જાણે..પરંતુ..,
મતદારો વોર્ડ ન. ૮માં ઉભેલા ઉમેદવારે નગરપાલીકામાં ર૦૦ કરોડની નલ સે જલ યોજનાને જલ સે ધન યોજના બનાવી ખુદના ગજવા જ ભર્યા છે, કમભાગ્ય છે કે ભાજપે ફરીથી આવા જ અમુક છાપેલા કાટલા જેવાઓને ટિકિટ આપી છે, આવા ચહેરાઓને ઓળખો, પ્રજા જાકારો આપી જ રહી છે, અન્ય વિસ્તારો પણ આવા ભ્રષ્ટ ઉમેદવારોને કારમી હાર આપી અને કોંગ્રેસના ઉમેદવારને વિજયી બનાવી અને વોર્ડ ૮ના વિસ્તારને વીકાસની દીશામાં આગળ લઈ જવા કરે વિચાર
વોર્ડ નં. ૮માં કોંગ્રેસ પક્ષના સર્વ સ્વીકાર્ય ચહેરારૂપ ઉમેદવાર સમીપભાઈ જોષીએ સામેપક્ષે મેદાનમાં ઉતરેલા ભાજપના પૂર્વ ઉમેદવાર સહિતનાઓની સામે વરસાવ્યા આકરા ચાબખાં : મતદારોને પણ જાગૃતી દાખવી યોગ્ય ઉમેદવારને મતદાન કરવા કરી હાલક
ગાંધીધામ : ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે. મનપામાં ભાજપ-કોંગ્રેસ અને અમુક સ્થળોેએ અન્ય પાર્ટીએ પણ ઉમેદવારો ઉતાર્યા છે. ભાજપે લગભગ નવા ચહેરાઓને ટિકિટ આપવાની વાત કરી અને છાપેલા કાંટલાઓને જ અમુક વિસ્તારોમાં ઉતારી દેતા હવે ભાજપને માટે આ વિસ્તારમાં આવા એકાદ ઉમેદવાર પડકારરૂપ સ્થિતીનું નિર્માણ કરી રહ્યા હોવાની નોબત ઉભી થઈ રહી છે. ગાંધીધામના પણ વોર્ડ ન. આઠમાં કોંગ્રેસમાંથી શિક્ષિત, સંગઠનના જાણકાર, વિવિધ હોદાઓ પર રહી અને લોકોના પ્રશ્નોને બુલંદ વાચા અપનાવનાર લોકપ્રિય ઉમેદવાર સમીપભાઈ જોષી જેવાઓને મેદાનમાં ઉતાર્યા છે. સમીપભાઈએ કચ્છઉદયની સાથે વાતચીત કરતા આ તબક્કે કહ્યુ હતુ કે, ગાંધીધામમાં ભાજપનું બુલડોઝર રાજ ચાલ્યુ છે, પ્રજાજનો ત્રાહીમામ થઈ ગયા છે, લોકો બેઘર બની જવા પામયા છે, દબાણો દુર કરવાના નામે વ્હલા-દવલા કરયા છે, પ્રજાએ બધુ જ જોયુ છે અને ત્રસ્ત થવા પામી ગઈ છે.
વાત છે વોર્ડ ન. ૮ની તો કોંગ્રેસ દ્વારા સ્થાનિક, જાતી-જ્ઞાતીના સમીકરણોને ધ્યાને રાખી, લોકોની વચ્ચે રહેતા હોય તેવા જનસેવકોને જ મેદાનમાં ઉતાર્યા છે જયારે સામેપક્ષે ઉમેદવારોમાં કોઈ પેરાસુટ છે તો કોઈ હાર ખમી ચૂકેલા છે જયારે કોઈ વળી અગાઉ ભ્રષ્ટાચાર કરી અને નગરપાલીકાની તિજોરી સાફ કરી ચુકેલા છે. શ્રી જોષીએ આ તબક્કે સામેની પેનલના ઉમેદવાર પર રીતસરનો શાબ્દીક વાર કરતા કહ્યુ હતુ કે ગાંધીધામ નગરપાલિકામાં આવા તત્વોએ તો ભ્રષ્ટાચારના ‘કીર્તિમાન’ સર્જયા છે. શહેર નહીં, પણ પાલિકાની તિજોરી તેમના સમયમાં સાફ થઈ! વધુ ખુલ્લીને બોલતા તેઓએ કહ્યુ કે, શહેરમા લોકોને પીવાનુ પાણી આપવા માટેની ર૦૦ કરોડની અંદાજીત નલ સે જલ યોજના લાગુ થઈ હતી પરંતુ આ ભ્રષ્ટાચારી શખ્સો તે વખતે કારોબારી ચેરમેન હતા અને તેમને સબંધિત એજન્સી સાથે સેટીંગ કરી અને ગેરરીતીઓ આચરી હતી. પ્રજાને પીવાના પાણી અને નલ સે જલ યોજનાના નામે ચેડા જ કરી દીધા હતા. નલ સે જલ યોજનાને આવા શખ્સોએ નળ સે છળ બનાવી દીધી છે. શાસક પક્ષ પર આકરા પ્રહારો કરતા જણાવવામાં આવ્યું છે કે, ગત ટર્મ દરમિયાન વિકાસના નામે માત્ર ભ્રષ્ટાચાર જ કરવામાં આવ્યો છે.અને તેનો આ એક મજબુત દાખલો કારોબારી ચેરમેન અને તેના દ્વારા આચરાયેલા કૌભાંડોની હારમાળાઓ કહી શકાય તેમ છે. શહેરની સફાઈ, ગટરની ગંદકી સહિતના? સફાઈના નામે કરોડોનો ધુમાડો કરવામાં આવ્યો હતો.
શહેરમાં સફાઈ અભિયાન
પાછળ દર મહિને ૬૦ લાખથી વધુ અને ડ્રેનેજ સહિત કુલ ૧ કરોડથી વધુનો માસિક ખર્ચ કરવામાં આવતો હોવાનુ દેખાડાયુ છે. આટલો મોટો ખર્ચ કરવા છતાં
શહેરની સફાઈની સ્થિતિ ઠેરની ઠેર છે. આક્ષેપ કરવામાં આવ્યો છે કે, શહેર સાફ કરવાને બદલે કારોબારી ચેરમેનપદ સમયે આવા સત્તાધીશોએ નગરપાલિકાની તિજોરી સાફ કરવામાં જ રસ દાખવ્યો છે. અને માત્ર પોતાના જ ગજવા ગરમ કરે રાખ્યા છે.
કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી ‘નલ સે જલ’ યોજના ગાંધીધામમાં વિવાદના વમળમાં ફસાઈ છે. ૨૦૦ કરોડથી વધુના બજેટવાળી આ યોજનામાં એજન્સીઓ, કોન્ટ્રાક્ટરો અને સ્થાનિક સ્ટાફના મેળાપીપણાથી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. લોકોના ઘરે પાણી પહોંચાડવાને બદલે નેતાઓએ પોતાના ‘ઘર ભર્યા’ હોવાના ગંભીર
આક્ષેપો થયા છે.ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે પણ ભારતીય જનતા પાર્ટીએ ગત ટર્મના સભ્યોને ફરી ટિકિટ
આપતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઠેર-ઠેર ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે અને જનતા આ વખતે ‘ડેમેજ કંટ્રોલ’ ના પ્રયાસોને નકારીને પરિવર્તન લાવવા મક્કમ હોવાનું શ્રી સમીપભાઈ જોષીએ જણાવ્યુ હતુ. હવે ભાજપે આવા ભ્રષ્ટાચારીઓને ફરી ફરીને ટિકિટ આપી છે ત્યારે હવે તેમના પાપ-ભ્રષ્ટકર્મો પણ લોકોના મુખે બહાર આવી રહ્યા છે અને તેથી જ કરેલા કર્મોની સજા ચૂંટણી મતદાનમાં આવા તત્વોને ચોકકસથી હારનો કડવો સ્વાદ ખમીને સહન કરવાનો વારો અવશે, મતદારોએ આવા વિવાદીત ચહેરાઓને હરાવવાનુ મન બનાવી લીધુ હોવાનુ પણ શ્રી જોષીએ આ તબક્કે કહ્યુ હતુ.

Comments