ભચાઉમાં વોંધ પુલિયા પાસે દિનદહાડે ફાયરિંગ કરી વૃદ્ધની હત્યા
પારિવારીક અદાવતમાં બન્યો બનાવ : ઘટનાસ્થળેથી ખાલી કારતૂસ અને તલવારની મ્યાન મળી : લોકોના ટોળે ટોળા ભેગા થયા
ભચાઉ - કચ્છ ઉદય : અહીંના વોંધ પુલિયા પાસે આજે સવારે દિનદહાડે ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ પારિવારીક અદાવતમાં બનાવને અંજામ આપવામાં આવ્યો છે. જેના પગલે ચકચાર મચી જવા પામી છે.
જાણવા મળતી વિગતો મુજબ ભચાઉના વોંધ ઓવર બ્રીજ પાસે આજે સવારે આ બનાવ બન્યો હતો. જેમાં વોંધ ગામના આશરે ૭૦ વર્ષિય હરગોવિંદભાઈ સાધુની હત્યા કરવામાં આવી હતી. ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઘટનાસ્થળે એક રાઉન્ડ ખાલી કારતૂસ અને તલવારનું ખાલી મ્યાન મળી આવ્યું છે. અંગત પારિવારીક અદાવતમાં હત્યાનો બનાવ બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવને પગલે ચકચાર મચી જવા પામી હતી. મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્ર થયા હતા. ભચાઉ પોલીસ પહોંચી હતી. દેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ભચાઉ પીઆઈ ડી.ડી. ઝાલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, હાલ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અંગત અદાવતમાં બનાવ બન્યો હોવાનું જણાઈ રહ્યું છે. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

Comments