ભુજમાં નર નારાયણ નગર પાસે કાર અને ઝાડી-ઝાંખરામાં લાગી આગ
ભુજ - કચ્છઉદય : ભુજ શહેરના નર નારાયણ નગર વિસ્તારમાં સોમવારે બપોરે આગની એક દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, નર નારાયણ નગરની શેરી નંબર ૧૧માં આવેલા એક ખુલ્લા પ્લોટમાં ઉગેલા ઝાડી-ઝાંખરા અને બાવળોમાં અચાનક કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી, જેની લપેટમાં ત્યાં રહેલી એક કાર પણ આવી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા જ ફાયર સ્ટેશન ઓફિસર સચિન બી. પરમારના માર્ગદર્શન હેઠળ ભુજ ફાયર વિભાગની ટીમ તત્કાલ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગની ગંભીરતાને ધ્યાને રાખી ડી.સી.ઓ. મહમદભાઈ જત, કરણ જોશી, વિશાલ ગોર અને તાલીમાર્થી સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો, જેના પરિણામે મોટી હોનારત ટળી હતી.
-----------

Comments