Trending News
સ્થાનિક સમાચાર

કોમન કેન્સર સ્ક્રિનિંગ અને વહેલું નિદાન અંગે બે દિવસીય તાલીમની પ્રથમ બેઝ ગેઈમ્સ ભુજ ખાતે યોજાઈ

20 April



કુલ ૪૦ તાલિમોમાં ૧૬૦૦ જેટલાં આરોગ્યના અધિકારીઓ અને કર્મચારીઓને આવરી લેવામાં આવશે

ભુજ - કચ્છઉદય : આરોગ્ય વિભાગ ગુજરાતના ગ્રામ્ય આરોગ્ય કમિશનર રતનકુંવર ચારણ ગઢવીની સૂચના અને માર્ગદર્શન અન્વયે ગેઈમ્સ ભુજ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેષ ભંડેરીના અધ્યક્ષ સ્થાને કોમન કેન્સર સ્ક્રિનિંગ અને વહેલું નિદાન અંગેની બે દિવસીય તાલીમ ની પ્રથમ બેચનો સફળતાપૂર્વક શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ તાલીમમાં મેડિકલ ઓફિસર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, સ્ટાફ નર્સ, ફિમેલ અને મેલ હેલ્થ વર્કરને તાલીમ આપવામાં આવી હતી. આગામી ૫ મહિના માં આવી કુલ ૪૦ બેચો યોજી ૧૬૦૦ જેટલાં આરોગ્યના અધિકારી, કર્મચારીઓ ને આવરી લેવામાં આવશે. તાલીમ દરમિયાન આરોગ્ય કર્મચારીઓને મોઢાના કેન્સર, સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સર જેવા સામાન્ય કેન્સરના પ્રારંભિક લક્ષણો, સ્ક્રિનિંગ પ્રક્રિયા તેમજ વહેલી તકે નિદાન કરીને યોગ્ય સારવાર શરૂ કરવાની વિગતવાર માહિતી આપવામાં આવી હતી તેમજ સ્ક્રિનિંગની યોગ્ય પદ્ધતિ, હાઈ રિસ્ક વ્યક્તિઓની ઓળખ અને સમયસર રેફરલ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં ઈ. ચા. એડીએચઓ ડૉ. અમીન અરોરા, ગ્ેઈમ્સના એમડી પીએસએમ ડૉ. મહેતા, ગેઈમ્સના ડો. જુનેદ, જિલ્લા એમપીએચએસ હરિભાઈ, ડીપીસી વિપુલ દેવમુરારી,એફઓ  નીરવ ગોહિલ તેમજ ટીટીટીમાંથી અસલમ લોટા હાજર રહ્યા હતા.
તાલીમમાં ટ્રેનર તરીકે ડીટીટી માધાપરના એસએમઓ ડૉ. કીર્તકુમાર સીજુ, ગેઈમ્સના ડૉ. અનેરી મોદી, ડૉ. મહેક પીંડોરિયા, ડૉ. વિજય આહીર, ભારાપર સીએચેસીના ડૉ. પ્રાચી દોશી, જિલ્લા પંચાયત ના ડૉ. હર્ષકુમાર અને ડૉ. રાહુલસિંહ ચોહાણ હાજર રહી માર્ગદર્શન આપ્યું હતું. તાલીમને અસરકારક બનાવવા કાર્યક્રમ બાબતના વિવિધ પ્રેઝન્ટેશન, વિડિઓ બતાવવામાં આવ્યા હતા. અનુરૂપ ડમી મોડલ મારફતે સમજણ આપવામાં આવી હતી. તાલીમાર્થીઓને રોલપ્લે પણ કરાવવામાં આવેલ હતું. આ બાબતના હાજર ઓપીડીના દર્દીઓ પણ બતાવવામાં આવેલ. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામ્ય અને શહેરી સ્તરે કેન્સરના કેસોને વહેલી તકે ઓળખી કેન્સરમાં થતા મૃત્યુદર ને ઘટાડવાનો છે. આ તાલીમને સફળ બનાવવા આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયતની સાથે ગેઈમ્સ ભુજ અને ડીટીટી માધાપરનો સહયોગ મળ્યો હતો.
----------

Comments

COMMENT / REPLY FROM