Trending News
સ્થાનિક સમાચાર

ભુજના રાવલવાડી વિસ્તારમાં આઈસ્ક્રીમના નમૂના લેવાયા 

20 April




આરોગ્ય તંત્ર દ્વારા ૧૦ હજારની કિંમતના પ કિલો જથ્થાનો નાશ કરાયો 


ભુજ - કચ્છઉદય : ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ભુજ દ્વારા આવનાર ગરમીની સિઝનને ધ્યાને લઈ જિલ્લાના વિવિધ વિસ્તારમાં ઉનાળાના સીઝન પ્રમાણે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઓચિંતી તપાસ કરવામાં આવી રહેલ છે, જેને પગલે ભૂજ તાલુકામાં નંદની આઇસક્રીમ, (રસિકલાલ) ન્યૂ રાવલ વાડી સામે, રધુવંશી સર્કલ પાસે ભુજ ખાતે ફૂડ સેફ્ટી ઑફિસરો એમ.એમ. પટેલ તથા એસ.બી.પટેલ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવેલ હતી. તપાસ દરમિયાન શંકાના આધારે રસિકલાલ આઈસક્રીમ કેસર પીસ્તા તથા રસિકલાલ આઈસક્રીમ બ્લેક કરંટ જેવી આઇસક્રીમના નમૂના લેવામાં આવેલ હતાી. જેને એનાલિસિસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે જેનો રિપોર્ટ આવ્યેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે તથા સ્થળ પર એસેન્સ, ફ્લેવર, કલર જેવા રોમેટિરિયલ એક્સપાયર્ડ જેવા મળેલ જે પેઢીના માલિકે ખરાઇ કરતા તેઓના દ્વારા ફરી ઉપયોગમાં ન આવે તેમજ જાહેર આરોગ્ય સાથે ચેડાં ન થાય તે રીતે તેનો સ્થળ પર ઉપરોક્ત ફૂડ સેફ્ટી ઓફિસરની હાજરીમાં નાશ કરવામાં આવેલ જેનો કુલ જથ્થો આશરે ૫ કિલો જેટલો થવા પામેલ છે, જેની અંદાજિત કિંમત ૧૦,૦૦૦ જેટલી છે.
------- 

Comments

COMMENT / REPLY FROM