Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ ખાતે ઈન્ટર ડિસ્ટ્રીક્ટ ટુર્નામેન્ટની સિલેક્શન નેટનું આયોજન

20 April



ગાંધીધામ - કચ્છઉદય : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. રાજકોટ દ્વારા આયોજિત ઈન્ટર ડિસ્ટ્રીક્ટ અંડર ૧૪, ૧૬ અને ૧૯ની કચ્છ ડિસ્ટ્રીક્ટ (રૂરલ) ક્રિકેટ એસોસિએશન ગાંધીધામની ટીમ માટે સિલેક્શન નેટ તા.રપ અને ર૬ એપ્રિલના દિલ્હી પબ્લિક સ્કૂલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવેલ છે. જે ક્રિકેટ ખેલાડીઓને સિલેક્શન નેટમાં ભાગ લેવાનું હોય એમણે જન્મ પ્રમાણપત્રની ઝેરોક્ષ, ર ફોટા, આધારકાર્ડની ઝેરોક્ષ, ક્રિકેટ ડ્રેસ, ક્રિકેટ કીટ અને ૩૦૦ રૂપિયા ફીસ સાથે તા.રપ-૪ના બપોરે ૩ વાગ્યે ડીપીએસમાં હાજર રહેવા જણાવાયું છે.
અંડર-૧૪માં ૧-૯-ર૦૧ર થી ૩૧-૮-ર૦૧૪ની વચ્ચે, અંડર-૧૬માં ૧-૯-ર૦૧૦ થી ૩૧-૮-ર૦૧૪ની વચ્ચે અને અંડર-૧૯માં ૧-૯-ર૦૦૭ પછી જન્મેલા ખેલાડીઓ સિલકેશનમાં ભાગ લઈ શકશે. સિલેક્શન કમિટીના ચેરમેન ચંદ્રશેખરભાઈ અયાચી, સંજયભાઈ ગાંધી, સુરોજીતભાઈ ચક્રબોર્તી, શરદભાઈ શેટ્ટી, મુકેશભાઈ દુધૈયા, અશ્વિની કચ્છાવા, કૈલાશ ગોહિલ, લાલ નાવાણી, સંદિપ ધનોતા, હરેન્દ્ર જાડેજા, હનુવંત રાઠોડ સેવા આપશે. વધુ વિગતો માટે શરદભાઈ શેટ્ટી ૯૮રપર ર૮૭૧પ અને લાલ નાવાણી ૯૮રપ૯ ૮૬૪૯૧નો સંપર્ક કરવા જણાવાયું છે.
--------------

Comments

COMMENT / REPLY FROM