ચૂંટણીમાં પત્નીના નામે 'પ્રતિરાજ', કાગળ પર નારીશક્તિ પણ મેદાનમાં તો 'પુરુષો' જ !
કચ્છમાં ૪૪૮ બેઠકો માટે ૧૦૯૦ ઉમેદવારો મેદાનમાં, પણ ૫૦ ટકા મહિલા બેઠકો પર માત્ર 'રબર સ્ટેમ્પ' ઉમેદવારોની જ બોલબાલાઃ પ્રચારમાં પણ મહિલાઓ ગાયબ
ભુજ - કચ્છ ઉદય: કચ્છમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. જિલ્લા પંચાયતની ૩૮, ૯ તાલુકા પંચાયતની ૧૮૯, ૫ નગરપાલિકાની ૧૭૨ અને ગાંધીધામ મહાનગરપાલિકાની બાવન બેઠકો મળી કુલ ૪૪૮ બેઠકો પર ૧૦૯૦ ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની સીધી ટક્કરમાં આમ આદમી પાર્ટી અને અપક્ષો એક્સ ફેક્ટર સાબિત થવા મથી રહ્યા છે. જોકે આ આંકડાકીય માયાજાળ વચ્ચે કચ્છના રાજકારણની એક વરવી વાસ્તવિકતા સામે આવી છે મહિલા સશક્તિકરણના દાવાઓ વચ્ચે પણ ગ્રામીણ વિસ્તારોમાં 'પત્નીના નામે પતિદેવ'નો વહીવટ યથાવત જોવા મળી રહ્યો છે. જો મતદારો આ વખતે પણ નામ પત્નીનું અને કામ પતિનું એવા ઉમેદવારોને જાકારો નહીં આપે, તો મહિલા અનામત માત્ર કાગળ પરનો આંકડો બનીને રહી જશે. લોકશાહીના આ પર્વમાં હવે સમય પાકી ગયો છે કે ખરા અર્થમાં મહિલા નેતૃત્વ બહાર આવે અને રબર સ્ટેમ્પ કલ્ચરનો અંત આવે. શુક્રવારે સંસદમાં મહિલા અનામત ભિલ મુદ્દે ભારે ધમાસાણ જોવા મળ્યું હતું. એક તરફ સત્તાપક્ષ અને વિપક્ષ આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે કે કોણ મહિલાઓનું હિતેચ્છુ છે, ત્યારે કચ્છનું ચિત્ર
કંઈક અલગ જ વાર્તા કહી રહ્યું છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને નગરપાલિકાનો વીતેલો ઇતિહાસ સાક્ષી છે કે ચૂંટાયા પછી પણ મહિલાઓ માત્ર 'રબર સ્ટેમ્પ' બનીને રહી જાય છે. ફોર્મ ભરતી વખતે અને સહી કરતી વખતે જ મહિલાની હાજરી હોય છે, બાકીનો તમામ વહીવટ 'પુરુષ પ્રધાન' માનસિકતા જ સંભાળે છે.

Comments