Trending News
ક્રાઈમ

જખૌના દરિયાઈ વિસ્તારમાંથી પકડાયેલા પ૧.૭૯ કરોડના ડ્રગ્સ બાબતે નોંધાયો ગુનો 

19 April


અબડાસાના વિવિધ દરિયાઈ વિસ્તારમાં ગત વર્ષે પકડાયેલા બિનવારસુ ડ્રગ્સના સેમ્પલ રિપોર્ટ આવતા એક બાદ એક ફરિયાદ નોંધાઈ રહી છે : દર વખતે અજાણ્યા ઈસમો સામે દાખલ થાય છે ગુનો 


ભુજ - કચ્છ ઉદય :  કચ્છના અબડાસા તાલુકાના દરિયો રકાબી આકારનો હોવાથી દરિયામાં કોઈપણ વસ્તુ ફેકાય તે તણાઈને કિનારા પર આવી જ જાય છે. ભૂતકાળમાં નેવીના વણ ફુટેલા સેલ, આખેઆખા ઓઈલના કન્ટેનર તણાઈને અબડાસાના કિનારે આવ્યા છે. દરિયો કોઈ વસ્તુ રાખતો નથી ત્યારે ઉનાળાની પૂર્ણાહૂતિ અને ચોમાસાના પ્રારંભના સમયગાળામાં ચરસના પેકેટ પણ તણાઈને આવે છે. દર વર્ષે કરોડો રૂપિયાના ડ્રગ્સના પેકેટ તણાઈને આવે છે. બીએસએફ, મરીન કમાન્ડો, આઈબી, પોલીસને આવા પેકેટ મળે છે પરંતુ દરિયામાં કોણ ફેંકે છે ? તે હજુ સુધી સામે આવી શક્યું નથી ત્યારે અબડાસાના દરિયાઈ વિસ્તારમાંથી મળી આવતા પેકેટ બાબતે એક બાદ એક ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે. 
જખૌ મરીન પોલીસમાંથી મળતી વિગતો મુજબ ગત ૧ર એપ્રિલ ર૦ર૩ થી રપ/૯/ર૦ર૩ દરમિયાન આ બનાવ બન્યો હતો. અબડાસા તાલુકાના જખૌ મરીન પોલીસ સ્ટેશનના ટાપુઓના દરિયાઈ કિનારાના વિસ્તારમાં ડ્રગ્સના પેકેટ તણાઈને આવ્યા હતા. કોઈ અજાણ્યા ઈસમોએ કોઈના મંગાવાથી કચ્છ જિલ્લાના દરિયાઈ માર્ગેથી હેરાફેરી દરમિયાન ઉપસ્થિત થયેલ વિપરીત પરિસ્થિતિના કારણે માદક પદાર્થ ચરસ તથા હેરોઈનનો જથ્થો બિનવારસી દરિયામાં ફેંકી દેતા કે અન્ય કોઈ કારણોસર બિનવારસુ માદક પદાર્થનો જથ્થો દરિયાઈ મોજા, ભરતી, ઓટની પ્રક્રિયા દરમિયાન તણાઈને કિનારા પર આવ્યો હતો. હેરોઈન અને ચરસના કુલ ૧૧૪ પેકેટ કબજે કરવામાં આવ્યા હતા. જેમાં ૧૩૪.૭પ૯ કિલો ગ્રામ ડ્રગ્સ હતું. જેની કિંમત ૪૮,પ૪,૬૬,પપ૦ આંકવામાં આવી છે. માદક પદાર્થ મંગાવનાર તથા ગેરકાયદે હેરફેર કરનાર અજાણ્યા ઈસમો હાજર ન મળી આવતા જખૌ મરીન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અન્ય કિસ્સા પર વાત કરીએ તો ૧૯/૪/ર૦ર૩ થી ૧૮/પ/ર૦ર૩ દરમિયાન પણ ડ્રગ્સ મળી આવ્યું હતું. જેમાં એમ્ફેટામાઈનના કુલ ૩ બોક્ષ મળી આવ્યા હતા. જેમાં ૩.ર૪૪ કિલો ડ્રગ્સ હતું જેની કિંમત ૩.ર૪ કરોડ આંકવામાં આવી છે. આમ પ૧.૭૯ કરોડના માદક પદાર્થ બાબતે જખૌ મરીન પોલીસમાં અજાણ્યા ઈસમો દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહત્તવનું છે કે, જે-તે સમયે માલ પકડાય તે બાદ સ્થાનિક એફએસએલ અને તેના પછી નાર્કોટિક્સ બ્યૂરોમાં તપાસ માટે સેમ્પલ મોકલવામાં આવે છે ત્યાંથી રિપોર્ટ આવ્યા બાદ ડ્રગ્સ પુરવાર થાય તો ગુનો દાખલ કરવામાં આવે છે. ભવિષ્યમાં ડ્રગ્સનો નાશ કરવા કે આરોપી પકડાય તે માટે ગુનો દાખલ થયેલો હોવું જરૂરી બની રહે છે. 


 

Comments

COMMENT / REPLY FROM