ભચાઉના કંથકોટ પાસે શોર્ટસર્કિટથી લાગી આગ
ભચાઉ - કચ્છઉદય : તાલુકાના કથકોટ પાસે શોર્ટસર્કિટથી આગ લાગી હતી.
આ બાબતે જાણવા મળતી વિગતો અનુસાર ગુરૂવારે બપોરે ૧ વાગ્યાની આસપાસ ભચાઉ નગર પાલિકા ફાયર ટીમને કંથકોટ પાસે એક વીજ તાર શોર્ટ સર્કિટ થતા નીચે સૂકા ઝાડી ઝાંખરામાં આગ લાગી હોવાની જાણ કરાતા ભચાઉ ફાયર ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સતત ૧ કલાક પાણી મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આ કામગીરીમાં પ્રવીણ દાફડા, કુલદીપભાઈ, શક્તિસિંહ જોડાયા હતા.

Comments