Trending News
સ્થાનિક સમાચાર

ડીપીએ-કંડલામાં ભરતી-દવા કૌભાંડની બૂ : બની બેઠેલ પીઆરઓનો કેટલો હાથ?

17 April



વર્તમાન ચેરમેનશ્રી ડીપીએ પોર્ટને દેશનું નંબર વન પોર્ટ બનાવવા દિવસ રાત એક કરી રહ્યા છે ત્યારે બીજીતરફ બની બેઠેલ ભ્રષ્ટ પીઆરઓની રીતીનીતીઓથી સારી કામગીરી પર થઈ રહ્યુ છે પાણીઢોળ : વ્યક્તિનું કામ સંસ્થાની છબી સુધારવાનું હોય, તે જ વ્યક્તિ જો વિવિધ પેઢીઓ સાથે સાંઠગાંઠ કરી ‘કટકી પ્રથા’ ચલાવતા હોય તો તે સંસ્થા માટે અત્યંત જોખમી છે

આ બની બેઠલ પીઆરઓ પર એક ટાઈમમાં પાંચથી સાત કરોડનું લેણું થઈ ગયુ હતુ..! એ કેવી રીે બની બેઠેલ પીઆરઓએ પુરૂ કર્યુ? પગારમાંથી તો આટલી મોટી રકમની ચૂકવણી થઈ ન શકે? એ પણ બની રહ્યો છે તપાસનો વિષય


ગાંધીધામ : કચ્છની આર્થિક કરોડરજ્જુ ગણાતા દીનદયાલ પોર્ટ ઓથોરિટીની ગરિમા વિવિધ કૌભાંડોના આક્ષેપોના કારણે ખરડાઈ રહી છે. એક તરફ પોર્ટ વર્તમાન ચેરમેનશ્રીના રાત દીવસના ઉજાગરા ભરી મહેનતથી વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું હોવાની સ્થિતીએ આગળ ધપી રહ્યુ છે, તો બીજી તરફ વહીવટી તંત્રના મિલીભગતથી ચાલતા ‘ભરતી અને દવા કૌભાંડ’ ના કિસ્સાઓ શાસન વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કરે છે. સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે, જાન્યુઆરી ૨૦૨૬ માં સરકારી ઓડિટમાં દવાના નકલી બિલો પકડાયા હોવા છતાં, આજ દિન સુધી જવાબદારો સામે કોઈ જ કઠોર પગલાં લેવાયા નથી. શું આ મૌન કોઈ મોટા ગુનાને છાવરવા માટે છે? અહી સૌથી મોટો સવાલ એ થાય છે કે, ડીપીએમાં ભરતી-દવા કૌભાંડના થયેલા આ આક્ષેપોની ઘટનાઓમાં બની બેઠલા પીઆરઓનો કેટલો હાથ છે? તે પણ તપાસ કરવી જોઈએફ. ચર્ચાઓ થવા પામી રહી છે કે, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન ની તપાસમાં ખુલેલી વિગતો મુજબ, ૈંઝ્ર્‌ અને લીગલ વિભાગ જેવી મહત્વની શાખાઓમાં ભરતીના નિયમોમાં ધરખમ ફેરફાર કરી દેવાયા. સ્થાનિક અને લાયક કર્મચારીઓને હાંસિયામાં ધકેલીને મળતિયાઓને નોકરીએ રાખવા પાછળ કયુ પરીબળ કામ કરી ગયુ છે? દરેક સંસ્થાઓ કે પેઢીઓ સાથે જુદા જુદા કામો પેટે ભાગબટાઈ કરતો બની બેઠલ પીઆરઓ તો અહી કામ નથી કરી ગયો ને? આ બની બેઠેલ પીઆરઓનું કયું આર્થિક હિત છુપાયેલું છે તે જગજાહેર હોવાનુ ચર્ચાય છે. છે. જ્યારે સંસ્થાના કાયમી હિતોને બાજુ પર મૂકીને વ્યક્તિગત ‘કમિશન’ ને પ્રાધાન્ય આપવામાં આવે, ત્યારે આવી જ રીતે વહીવટના લીરેલીરા ઉડે છે.આ સમગ્ર પ્રકરણમાં પોર્ટ સંકુલમાં જેની સૌથી વધુ ચર્ચાઓ છે તે છે - ‘બની બેઠેલા’ પી.આર.ઓ. (ઁર્ઇં). જે વ્યક્તિનું કામ સંસ્થાની છબી સુધારવાનું હોય, તે જ વ્યક્તિ જો વિવિધ પેઢીઓ સાથે સાંઠગાંઠ કરી ‘કટકી પ્રથા’ ચલાવતા હોય તો તે સંસ્થા માટે અત્યંત જોખમી છે. ‘લગ્નમાં કુંવારા’ ની જેમ દરેક ડીલ કે કોન્ટ્રાક્ટમાં 
પોતાની ટકાવારી શોધતા આવા તત્વોએ પોર્ટના વહીવટમાં સડો ફેલાવ્યો છે. પોતાની સત્તાનો દુરુપયોગ કરી તપાસના કાગળો દબાવવા કે મીડિયામાં સમાચારોને ડાયવર્ટ કરવાના પેંતરા હવે લાંબો સમય ચાલવાના નથી.આ પ્રકારના ગતકડાઓ બહાર આવવા એ સ્પષ્ટ સંકેત આપે છે કે આ માત્ર હિમશિલાની ટોચ છે. જો ઊંડાણપૂર્વક તપાસ થાય, તો દવા સપ્લાયથી લઈને ભરતી સુધીના તાર બની બેઠેલા પીઆરઆો ઉપરાંત અન્ય કયા મોટા માથાઓ સુધી જોડાયેલા છે તે બહાર આવશે. સરકાર અને પોર્ટ મેનેજમેન્ટે હવે ‘કુલડીમાં ગોળ ભાંગવા’ ના બદલે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જોઈએ.માત્ર કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાથી કંઈ નહીં વળે, પરંતુ સંસ્થાની અંદર બેસીને ભ્રષ્ટાચારને પોષનારા પેલા ‘બની બેઠેલા’ વહીવટદારો અને પી.આર.ઓ. ના અરીસા સાફ કરવાની જરૂર છે. જો આજે આ ભ્રષ્ટાચારની ઉધઈને ડામવામાં નહીં આવે, તો દીનદયાલ પોર્ટની વિશ્વસનીયતાના પાયા હચમચી જશે તેમાં કોઈ શંકા નથી.


........................

બની બેઠેલ પીઆરઓના લીધે સવાલોના ઘેરામા DPA વહીવટઃ જનતા પૂછી રહી છે આ પ્રશ્નો...

૧. મૌન પાછળનું રહસ્ય શું? : ઓડિટ વિભાગે જાન્યુઆરી ૨૦૨૬માં મેડિકલ બિલિંગમાં છેતરપિંડી પકડી પાડી હોવા છતાં, તંત્ર દ્વારા આજ દિન સુધી જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે ફોજદારી ગુનો કેમ દાખલ કરવામાં આવ્યો નથી?ર.કટકી પ્રથાનો અસલી માસ્ટરમાઈન્ડ કોણ?ઃ પોર્ટમાં ‘બની બેઠેલા’ અને હંમેશા ‘મારું શું?’ ની નીતિ રાખતા પી.આર.ઓ. અને અમુક અધિકારીઓની ખાનગી 
પેઢીઓ સાથેની ભાગબટાઈની તપાસ ક્યારે થશે?૩.ભરતીમાં અન્યાય કેમ?ઃ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા સ્થાનિક અનુભવી કર્મચારીઓને કાયમી કરવાના બદલે, શોર્ટલિસ્ટિંગના રેશિયોમાં ગેરકાયદે ફેરફાર કરીને બહારના ‘મળતિયાઓ’ ને જ કેમ નોકરીએ રાખવામાં આવ્યા?૪.હિમશિલાની ટોચ જ દેખાઈ છે?ઃ જો દવાની ખરીદીમાં લાખોનું કૌભાંડ પ્રાથમિક તપાસમાં મળ્યું હોય, તો પોર્ટના અન્ય વિભાગોમાં થતા સપ્લાય અને કોન્ટ્રાક્ટની તટસ્થ ઓડિટ તપાસ કેમ કરવામાં આવતી નથી?પ.કુલડીમાં ગોળ ભંગાશે?ઃ શું આ મામલે માત્ર નાના કર્મચારીઓને બલિનો બકરો બનાવીને મોટા માથાઓ અને કટકીબાજ બની બેઠલ પી.આર.ઓ. ને બચાવી લેવાનો ખેલ ખેલાઈ રહ્યો છે? ૬.સત્તાનો દુરુપયોગ ક્યાં સુધી?ઃ જે અધિકારીઓ પોતાની સત્તાનો ઉપયોગ કરીને પુરાવાઓ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, શું તેમની સામે વિજિલન્સ તપાસ કરીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવશે?

Comments

COMMENT / REPLY FROM