Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં યોજાયેલા હોમિયોપેથી નિઃશુલ્ક કેમ્પનો ૮૦ દર્દીઓએ લાભ લીધો

16 April



ભુજ - કચ્છઉદય : નિયામક આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ શાખા ભુજ દ્વારા ૧૦મી એપ્રિલ વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે માનવજ્યોત સંસ્થા અને નવી રાવલવાડી રીલોકેશન સાઇટ રોટરીનગર અને ટોપહિલ સોસાયટીનાં સહકારથી હોમિયોપેથી નિઃશુલ્ક કેમ્પ તર્પણેશ્વર મહાદેવ મંદિર પટાંગણ મધ્યે યોજાયો હતો.
જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ હોમિયોપેથી ડોકટરો ડો. પ્રતિક્ષાબેન પવાર, ડો. પ્રકાશ પટેલ, ડો. વાસંતીબેન જાદવે પોતાની સેવાઓ આપી હતી. ૮૦ દર્દીઓનાં દર્દનું નિદાન કરી તેઓને નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી હતી તેમજ અસરકારક હોમિયોપેથી સારવારની સમજપૂરી પાડવામાં આવી હતી. પ્રબોધ મુનવર, તરૂણભાઇ સોની, દિલીપભાઇ ગુસાઇ, પ્રજ્ઞાબેન સોની, હીરાબેન ગુસાઇ, ઉર્વીબેન દરજી, ઇલાબેન વૈષ્ણવે વ્યવસ્થામાં સહકાર આપ્યો હતો.
-----

Comments

COMMENT / REPLY FROM