Trending News
સ્થાનિક સમાચાર

રાજયનો શ્રેષ્ઠ વિકસિત જિલ્લો એટલે કચ્છ

16 April

મોદીજીનો કચ્છસ્નેહ અને કચ્છીઓની ખમીરી સરાહનીય : સીએમ




કોંગ્રેસના ગઢમાં રાજયના મૃદુ અને મકકમ મુખ્યપ્રધાનશ્રી ભુપેન્દ્રભાઈએ ગજવી જાહેર જનસભા : વિજય વીશ્વાસ સંમેલનમાં સીએમએ ભાજપની જંગી જીતનો વ્યકત કર્યો વિશ્વાસ


 ગુજરાતના મૃદુ અને મકકમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ કચ્છના છેવાડાના વિસ્તારોના વિકાસ માટે સતત વિશેષ લાગણી દર્શાવતા રહ્યા છે : પ્રદુમનસિંહ જાડેજા (ધારાસભ્યશ્રી અબડાસા)


ભાજપ-મોદીજી-ભુપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત-કચ્છમાં નેત્રદિપક કામો થયા છે, નર્મદા જળ છેવાડાના સરહદી વિસ્તારોમાં પહોચ્યા છે, ભાજપ સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે : દેવજીભાઈ વરચંદ(જિલ્લા ભાજપ પ્રમુખ) 

ધારાસભ્યશ્રીએ પ્રદુમનસિંહ જાડેજા, ગણપતભાઈ રાજગોર,જયદીપસિંહ જાડેજા, ધમેન્દ્રભાઈ કેશરાણી, જીલ્લા પંચાયતના ઉમેદવારોએ મુખ્યપ્રધાનશ્રીનો કર્યો પારંપરીક સન્માન : જાડેજા હમીરજી ખાનજી, જાડેજા હમીરજીભાઈ (ગુનેરી),સોઢા ચમનભાઈ સહીતનાઓ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો, ૩૦૦થી વધુ લોકોને ભાજપમાં અપાયો આવકાર



દયાપર : આજ રોજ લખપતના દયાપર મધ્યે રાજયના મુખ્યપ્રધાન શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિકાસ સંકલ્પ સાથે વિશાળ જનસભાને સંબોધી હતી. આ તબક્કે તેઓએ બોલતા કહ્યુ હતુ કે, ધારાસભ્ય જે રીતે કહેતા હતા અને તમે જો તાળીઓ બરાબર પાડી હોય તો ધારાસભ્ય તરીકે તેમને એકેય કામ આપવાનુ થતુ નથી? કે પછી હજુય બાકી છે કંઈ કામો?  તેઓએ કહ્યુ કે માંગ્યા વગર તો માંય ન પીરસે? તેઓએ અબડાસાના ધારાસભ્યશ્રીની પ્રજાસેવાની સંકલ્પબદ્ધતાની ખાસ નોધી લીધી હતી. તેઓએ કહ્યુ કે કચ્છને બધાય જોયું છે. કચ્છની જરૂરીયાતો પુરી થાય એ પહેલા ધરતીકંપ અને પછી બેઠા થવુ તે વખતે બધાયને એમ થતુ હતુ કે કચ્છનું શું થશે? પણ આપણે મોદીજીનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે? તેઓએ પુરેપુરો સ્નેહ કચ્છ પર દર્શાવ્યો અને કચ્છને પણ વખાણવુ પડે કે કચ્છી માડુઓની ખમીરી અને મહેનત મારફતે કચ્છ ફરીથી બેઠું થયું છે. અત્યારે ગુજરાતમાં સૌથી વધુ વિકસીત થતુ હોય તો એ કચ્છ છે કચ્છ. ગુજરાતમાં સૌથી ઉજળું ભવિષ્ય કચ્છનું છે. જે રીતે અહી પાણીની વ્યવસ્થાઓ થઈ છે. નર્મદાનું જળ કચ્છ સુધી પહોચશે તે કોઈ માનવા જ તૈયાર ન હતા. આજે નર્મદાનુ પાણી વડાપ્રધાનશ્રીએ પહોચાડયું છે. જે કહેવુ તે કરવુ, તે મોદીજીનો બીજમંત્ર રહ્યો છે અને એટલે જ મોદીજી પ્રત્યે પ્રજાનો
વીશ્વાસ સતત વધી રહ્યો છે. મોદીજીએ જે કહ્યુ તે કરી દેખાડયું છે. પ્રવાસન પણ એટલું જ વિકસાવી દીધું. કચ્છમાં સફેદ રણ કેટલા વરસથી છે? આપણે સૌ વરસોથી જોઈએ છીએ કચ્છના રણને પણ મોદીજીએ જોયુ તે બાદ આજે દુનીયા કચ્છ ભણી આવી રહી છે. મોદીજીની દીર્ધદ્રષ્ટી થકી આજે કચ્છનું રણ વિશ્વ પ્રવાસનનું તોરણ બન્યુ છે. મોદીજીએ વરસો પહેલા કહ્યુ હતુ કે, આ સફેદ રણ જોવા માટે દુનીયા અહી આવશે, અને જી ટવેન્ટીની એક ઈવેન્ટ આપણે કચ્છના સફેદ રણમાં કરી છે. શિક્ષણની વાત મને ધ્યાને દોરાઈ છે, બિલ્ડીગની કોઈ તકલીફ છે, તે જગ્યા બદલવાનો વિષય છે તેને વેળાસર પૂર્ણ કરી દેવાશે તેવી ખાત્રી સીએમ દ્વારા અપાઈ હતી. શિક્ષણમાં પણ અત્યારે બે ચાલુ યોજનાઓ સારી લવાઈ છેે. નમો લક્ષ્મી, નમો સરસ્વતીની છે. બહેનોને ભણવા માટે ધો.૮થી ૧ર માટે દીકરીઓ ભણે તો તેને પ૦ હજાર સુધીની રકમ સરકાર આપે છે. એ જ રીતે વિદ્યા સાધના યોજનામાં સાયન્સ લેનારી દીકરીને રપ હજાર રૂપીયા પણ સરકાર જ આપે છે. રોડ-રસ્તાઓની વાત છે ત્યા સુધી આખાય ગુજરાતમાં ત્રીજા ભાગનું કચ્છ ભુગોળની રીતે વિસ્તરેલ છે. અત્યાર સુધી કદાચ થોડું ધ્યાન રહ્યુ હશે પણ રોડ કચ્છમાં ડેવલપ હવે થયા છે અને મારા ધ્યાનમાં રોડ માળખું કચ્છને માટે બરાબરનું છે. સીએમ એ કહ્યુ કે, કરવુ તો છે પણ પૈસાનું આયોજન શું? વડાપ્રધાનશ્રીએ તે આયોજન સરસ કર્યુ છે. કોવિદમાં એક પણ વિકાસ કામ અટકયા નથી અને ભવિષયમાં પણ નહી અટકે તેવી ખાત્રી આ તબક્કેથી સીએમ દ્વારા આપવામાં આવી હતી. મુખ્યપ્રધાનશ્રીએ આ તબક્કે યોગ અને આયુષ્યમાન કાર્ડ યોજનાની પણ છણાવટ કરી હતી.
મુખ્યપ્રધાનશ્રીએ આ તબક્કે કહ્યુ કે, વર્તમાન સમયે યોજનાઓ બની રહી છે અને તે અંતિમ લાભાર્થીઓ સુધી પહોચી રહી છે. વિકસીત ભારત માટે વિકસીત ગુજરાત થવુ જરૂરી છે. સૌથી વધુ મત આપી અને ભાજપના એક એક ઉમેદવારને ભવ્ય વિજયી અપાવો તેવી અપીલ મતદારોને મુખ્યપ્રધાનશ્રીએ આ તબક્કે કરી હતી.આ તબક્કે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈએ કહ્યુ હતુ કે, દેશની સૌથી મોટી પાર્ટી ભાજપ આજે નરેન્દ્રભાઈ અને ભુપેન્દ્રભાઈના નેતૃત્વમાં સતત રાજય-દેશના વિકાસની આગેકુચ કરી રહી છે. વરસોથી સમાજમાં વર્ગવિગ્રહની રાજનીતી ચાલી તેનાથી અત્યાર સુધીમાં દેશની પ્રગતિ બાધિત થતી રહી પણ હવે દેશનુ સદભાવ્ય છે કે, ભાજપ જેવો પક્ષ મળ્યો, મોદીજી જેવા પીએમ અને ભુપેન્દ્રભાઈજેવા સીએમ આપણે મળવા પામ્યા છે. શ્રી વરચંદે કહયુ કે, નર્મદા જળને રોકવા સહિતના કેટલા કામો અટકતા રહ્યા પણ નરેન્દ્રભાઈ આવ્યા બાદ નરેન્દ્રભાઈએ કમાન સંભાળ્યા બાદ સરહદી છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોચતુ રહે છે. નર્મદા જળથકી આજે કચ્છના વાગડના ગેડી એક માત્ર ગામ છે તેમાં ૭૦૦ કરોડનું જીરૂ થવા પામ્યું છે. વિશ્વનું સૌથી મોટું સોલાર પાર્ક આજે કચ્છમાં બની રહ્યુ છે. રોડ-રસ્તા માળખાગત સુવિધાઓના કામો ગુજરાતમાં થવા પામી રહ્યા હોવાનું શ્રી દેવજીભાઈએ કહ્યુ હતુ. 
આજ રોજ યોજાયેલ દયાપર ખાતેના વિજય વિશ્વાસ સંમેલના કાર્યક્રમમાં રાજયના મુખ્યપ્રધાન શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કચ્છની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પ્રભારી શ્રી ફલજીભાઈ ચૌધરી, કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, મહામંત્રીશ્રી ભીમજીભાઈ જોધાણી, હિતશભાઈ ખંડોર, અબડાસા ધારાસભ્યશ્રી પ્રદુમનસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, રાજેશભાઈ પલણ, નયનાબેન પટેલ, ગણપતભાઈ રાજગોર, જયદીપસિંહ જાડેજા, ધર્મેશભાઈ કેશરાણી, ઈશાબેન મોડ, ગાયત્રી બા જાડેજા, સુરજબા દેવુભા સોઢા, સુરજબા બહાદુરસિહ જાડેજા,  સહિતના મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. 
જુવરાજસિંહસીખ જેતમાલજી જાડેજા હઠૂભા સોઢા કુરીયાણી કરસનજી જાડેજા ભરતભાઈ સોમજીયાણી ત્રણ તાલુકાતાલુકાના મંડળના પ્રમુખ લખપત તાલુકા ભાજપ ના ગણપતભાઈ રાજગોર અબડાસા તાલુકા ભાજપ જયદીપસિંહ જાડેજા નખત્રાણા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેશ કેસરાણી હરિ સિંહ રાઠોડ કાનજી કાપડી  નેત્રા જિલ્લા પંચાયતના સરોજબા જાડેજા નિરોણા બેઠકના ઉમેદવાર ઘનશ્યામસિંહ પી જાડેજા વિકાસભાઈ રાજગોર પ્રફુલ સિંહ જાડેજા લખપત જિલ્લા પંચાયતની ચાર બેઠકના ઉમેદવારો તાલુકા પંચાયતના ઉમેદવારો સહિતના હાજર રહ્યા હતા
આજ રોજ મુખ્યપ્રધાનશ્રીની ઉપસ્થિતી હોવાના લીધે દયાપર વેપારી મંડળે બંજારો બંધ રાખી અને ખાસ વિજય વિશ્વાસ સંકલ્પ સભામાં હાજરી આપી હતી.

Comments

COMMENT / REPLY FROM