સેવાભાવી તબીબને નવચેતન રત્ન એવોર્ડથી વિભૂષિત કરાયા
ભુજ-કચ્છઉદય : છેલ્લા ૧૬ વર્ષથી સ્વ. ચેતન મહેતાની સ્મૃતિમાં વિવિધ સેવા ક્ષેત્રે સતત ાર્યરત, જૈન સેવા સંસ્થા, નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજના ઉપક્રમે તાજેતરમાં સંસ્થાના અદના કાર્યકર અને જૈન સમાજ રત્ન સેવાભાવી તબીબ રૂપાલીબેન મોરબીયાને નવચેતન રત્ન એવોર્ડ ર૦રપથી વિભુષીત કરાયા હતા.
સંસ્થાના મોભી વેલજીભાઈ મહેતાના અધ્યક્ષ સ્થાને અને નામાંકિત સેવાભાવી તબીબ મુકેશભાઈ ચંદે, જૈન અગ્રણી મનીષાઈ મોરબીયા, ખ્યાતનામ ઉદ્યોગપતિ કૈલાષ મહેતા, અજયભાઈ દાવડા, સંસ્થાના પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહ, સંસ્થાના માતા ભારતીબેન મહેતા, હીનાબેન મહેતાની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં સેવાભાવી તબીબ અને સંસ્થાના અદના કાર્યકર રૂપાલીબેન મોરબીયાની સેવાઓને બિરદાવવામાં આવી હતી અને મંચસ્થ મહાનુભાવોના હસ્તે તેમને વર્ષ ર૦રપના નવચેતન રત્ન એવોર્ડથી વિભુષીત કરાયા હતા.
સન્માનના પ્રતિભાવમાં ડો. રૂપાલીબેન મોરબીયાએ વર્ષમાં ૩૬પ દિવસ અન્યનો વિચાર કરતી જૈન સેવા સંસ્થા નવચેતનના સભ્ય હોવું એક ગૌરવ છે. તેમ જણાવી સદૈવ અદના કાર્યકર તરીકે સેવારત રહેવાની ભાવના વ્યક્ત કરી હતી અને સંસ્થાના મોભી તેમજ સાથી કાર્યકરોનો આભાર માન્યો હતો. આ અવસરે મનીષ મહેતા, ભાવનાબેન જોશી, કે.બી. પરમાર, જયેશ ચંદેરા, ઓજશ શેઠ, રસીલાબેન દોશી, મીનાષીબેન મોતા, દક્ષાબેન સંઘવી, સોનમ મહેતા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ડો. રૂપાલીબેન મોરબીયાને અભિનંદન આપ્યા હતા તેવું અરવિંદભાઈ મહેતાએ જણાવ્યું હતું.
-------

Comments