Trending News
સ્થાનિક સમાચાર

નખત્રાણામાંં ઘાસ ભરેલી ટ્રકમાંં લાગી આગ

15 April



નખત્રાણા - કચ્છઉદય : નખત્રાણા નગરપાલિકાની સામે જ ઘાસ ભરેલી ટ્રકમાં આગ લાગી હતી. આગને ઓલાવવા લોકો હાથવગા સાધનોથી પ્રયાસ કર્યો હતો, પરંતુ સૂકું ઘાસ હોતા આગ ઝડપથી ફેલાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, નખત્રાણાને નગરપાલિકા મળી પરંતુ ત્રણ વર્ષ થયા હજુ પાયાની સવલતો પ્રાપ્ત થઈ નથી. જ્યારે આગજનીના બનાવો બને છે ત્યારે આગ ઓલાવવવા માટેના સાધનો હોવા જરૂરી છે, પરંતુ હજુ સુધી નખત્રાણા નગરને આ તમામ સવલતો  તો પ્રાપ્ત થઈ નથી.
-------

Comments

COMMENT / REPLY FROM