Trending News
સ્થાનિક સમાચાર

માંડવી તાલુકા પંચાયતની ૩ બેઠકો ભાજપના ફાળે બિનહરીફ જાહેર 

15 April



માંડવી - કચ્છઉદય : સ્થાનિક સ્વરાજ્યની વર્ષ ૨૦૨૬ની ચૂંટણી અન્વયે કચ્છ જિલ્લાના ૨-માંડવી વિધાનસભા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજયી શરૂઆત કરી છે. પ્રદેશ ભાજપ મહામંત્રી અને માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના કુશળ માર્ગદર્શન હેઠળ માંડવી તાલુકા પંચાયતની ત્રણ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જેમાં નાની વિરાણી બેઠક પરથી પાયલ સોમાભાઈ રાણા, બાયઠ બેઠક પરથી દિનેશ ધનજી માતંગ અને બિદડા-૨ બેઠક પરથી શાંતાબેન કાનજી સંગાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. ચૂંટણી પૂર્વે જ મળેલી આ સફળતાને માંડવી તાલુકા ભાજપ પરિવાર દ્વારા વધાવવામાં આવી છે. માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી તેમજ મહામંત્રીઓ મહેન્દ્રભાઈ રામાણી અને લક્ષ્મીશંકર જોષી સહિતના અગ્રણીઓએ તમામ બિનહરીફ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા છે અને આ જીતને સંગઠનની શક્તિ અને નેતૃત્વ પરના અતૂટ વિશ્વાસનું પરિણામ ગણાવ્યું છે.
----------- 

Comments

COMMENT / REPLY FROM