Trending News
સ્થાનિક સમાચાર

પાવરલિફટીંગની સ્પર્ધામાં કચ્છની યુવતી રાજ્યમાં પ્રથમ

14 April

ભુજ - કચ્છઉદય : અમદાવાદના ખોખરા સ્પોર્ટ્‌સ સંકુલમાં યોજાયેલ પીઆઈ અર્થાત્‌ પાવરલિફ્ટીંગ ઇંડિયા જે પાવરલિફ્ટિંગની દુનિયામાં સૌથી અઘરી સ્પર્ધા મનાય છે તેમાં કચ્છની ૧૮ વર્ષની વિદ્યાર્થીની કુ. ધારા શર્મા ૨૬૫ કિલોગ્રામ વજન ઊંચકી રાજ્યમાં પ્રથમ નંબરે આવી હતી. ધારાએ સ્ક્વેટમાં ૮૫ કિગ્રા, બેન્ચપ્રેસમાં ૫૫ કિગ્રા તેમજ ડેડલિફ્ટમાં ૧૨૫ કિગ્રા વજન ઊંચક્યું હતું. કચ્છમાંથી આ સંસ્થાની રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ આવનાર તે કચ્છની પ્રથમ જુનિયર વિભાગની યુવતી છે. તેણી હવે મે મહિનામાં આંધ્રપ્રદેશ ખાતે યોજાનારી રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેશે અને જો તેમાં ચેમ્પિયન થશે તો સાઉથ અફ્રીકા ખાતે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા રમવા જશે. આ યુવતીને ભુજના જાણીતા પાવરલિફ્ટર વત્સલ મહેશ્વરીએ તાલીમ આપી હતી અને રાષ્ટ્રીય કક્ષાએ પણ તેમની તાલીમ વત્સલ મહેશ્વરીના માર્ગદર્શન હેઠળ ચાલુ રહેશે. વત્સલે જણાવ્યું હતું કે, આ યુવતી ખુબજ ટેલેન્ટેડ હોવાથી તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળકે તેવી પૂરેપૂરી સંભાવના છે. 
 

Comments

COMMENT / REPLY FROM