વિજયરાજજી લાયબ્રેરીમાં કચ્છી સિંધી લોકસાહિત્ય પર વકતવ્ય યોજાશે
ભુજ - કચ્છઉદય : અહીની મહારાવો વિજયરાજજી સાર્વજનિક પુસ્તકલાય તથા ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના સંયુક્ત ઉપક્રમે તા. ૧૯-૪ના રવિવારે સાંજે પ વાગ્યે પુસ્તકલાયના ભૂપતસિંહ સભા ખંડમાં જાણિતા સિંધી સાહિત્યકાર ડો. જેઠો લાલવાણીનું કચ્છી સિંધી લોકસાહિત્ય વિષય પર જાહેર વકતવ્ય યોજાશે. આ અવસરે જાણિતા સિંધી કવિયત્રી લેખિત અને તોલાણી આર્ટસ, સાયન્સ કોલેજના સિંધી વિભાગના એસોસીએટ પ્રોફેસર ડો. વિમ્મી સદારંગાણી અતિથી વિશેષ તરીકે હાજર રહેશે. રસ ધરાવનારાઓએ આ અવસરે ઉપસ્થિત રહેવા પુસ્તકાલયના અધ્યક્ષ ઉપેન્દ્ર ઉપાધ્યાય, ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રના નિયામક ડો. જે.એમ. ચંદ્રવાડિયા, પુસ્તકલાયના ઉપપ્રમુખ સંજય ઠાકર તથા મંત્રી નરેશ અંતાણીએ અનુરોધ કર્યો છે.

Comments