અમદાવાદ મંડળના ૪ કર્મચારીઓ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત
કટારિયા અને સાબરમતી ખાતે કર્મચારીઓની સતર્કતાના કારણે અકસ્માતો ટળ્યા
ભુજ - કચ્છઉદય : અમદાવાદ મંડળમાં રેલ સંરક્ષાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનાર કર્મચારીઓને મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશ દ્વારા મોમેન્ટો અને પ્રશંસાપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કર્મચારીઓએ તેમની ફરજ બજાવતા ઉચ્ચ સ્તરની સતર્કતા, જાગૃતિ અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું, જેના પરિણામે સંભવિત અકસ્માતોને ટાળી સલામત રેલ સંચાલન સુનિશ્ચિત કરવામાં આવ્યું. વરિષ્ઠ મંડળ સંરક્ષા અધિકારી અરવિંદકુમાર મીનાએ જણાવ્યું કે, પુરસ્કાર પ્રાપ્ત કરનાર કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ ઉત્તમ કાર્ય દર્શાવે છે કે સંરક્ષા પ્રત્યે જાગૃતિ અને કર્તવ્યનિષ્ઠા દ્વારા મોટા અકસ્માતોને પણ રોકી શકાય છે, જેમાં પોઈન્ટસમેન કટારિયા પરિચાલન વિભાગના વિપુલકુમાર કાંટેવાલાએ ૧૧મી નવેમ્બરના અસાધારણ સતર્કતા દર્શાવીને ચાલતી ટ્રેનના એક વેગનમાં હેન્ડ બ્રેકની કનેક્ટિંગ રોડ લટકતી જોવા મળી. પરિસ્થિતિની ગંભીરતા સમજી તેમણે તરત જ ટ્રેનને સલામત રીતે અટકાવી અને સ્ટેશન સ્ટાફના સહયોગથી તાત્કાલિક ઉકેલ સુનિશ્ચિત કર્યો. તેમની ઝડપી કામગીરી અને જાગૃતિને કારણે સંભવિત ગંભીર અકસ્માત ટાળી શકાયો. આ સિવાય સાબરમતી (યાંત્રિક વિભાગ)ના આકાશ સેટા અને કિશન એચ. ઠાકુર તેમજ પ્રીતમ શર્માનું સન્માન કરવામાં આવ્યું હતું.

Comments