Trending News
સ્થાનિક સમાચાર

દાદર - મુંબઈમાં ડૉ. ભીમરાવ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિ ઉજવાઈ

14 April

ચૈત્યભૂમિ પર દેશભરમાંથી બહોળી સંખ્યામાં અનુયાયીઓ ઉમટ્યા

ભુજ - કચ્છઉદય : ભારતના બંધારણના શિલ્પી ડૉ. બી.આર. આંબેડકરજીની ૧૩૫મી જન્મજયંતિ નિમિત્તે દાદર સ્થિત ચૈત્યભૂમિ મધ્યે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો અનુયાયીઓએ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.૧૩ એપ્રિલથી જ ચૈત્યભૂમિ તરફ લોકોનો પ્રવાહ શરૂ થયો હતો અને ૧૪ એપ્રિલે આખા દિવસ દરમિયાન વિશાળ જનમેદની જોવા મળી હતી. મહારાષ્ટ્ર સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી લોકો ખાસ મુંબઈ પહોંચ્યા હતા. આ પ્રસંગે ખાસ આયોજીત દાન અને ભોજન સમારોહમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ જિશનુદેવ વર્મા, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીશ. શિવસેનાના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી એકનાથ સંદેશ તથા સેન્ટર ગવર્મેન્ટ મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા ના પ્રેસિડેન્ટ માનનીય રામદાસ આઠવલે સહિત મંત્રીઓ. મહારાષ્ટ્ર મંત્રી છગન ભુજબડ, મંત્રી મંગલ પ્રભાત સહિત અગ્ર હરોળના નેતાઓ સાથે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રિય સચિવ કચ્છના રાજેન્દ્ર ટાંક પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડનવીશ, મંત્રી સંજય શિરસાટની, રામદાસ આઠવલેજીની પણ આયોજનમાં સક્રિય ભૂમિકા રહી હતી. ઉજવણીને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકાર તથા મુંબઈ પોલીસ દ્વારા ચૈત્યભૂમિ અને આસપાસના વિસ્તારોમાં બંદોબસ્ત સાથે જ આરોગ્ય, પાણી અને અન્ય જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી. ટ્રાફિક વ્યવસ્થાને સરળ બનાવવા માટે દાદર અને શિવાજી પાર્ક વિસ્તારના અનેક માર્ગોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો તેમજ આમ નાગરિકોની સુવિધા માટે વિશેષ બસ સેવાઓ પણ શરૂ કરવામાં આવી હતી. અનુયાયીઓ દ્વારા જય ભીમના નારા સાથે સામાજિક સમાનતા અને બંધુત્વનો શંદેશ અપાયો હતો. સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને ભાવનાત્મક માહોલ છવાઈ ગયો હતો. 

 

Comments

COMMENT / REPLY FROM