Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ અને માલદા ટાઉન વચ્ચે સ્પેશિયલ સમર ટ્રેન દોડશે

13 April




વેકેશનમાં મુસાફરોનો ધસારો જોતા પશ્ચિમ રેલવે દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય : મંગળવારથી બુકિંગ શરૂ થશે


ગાંધીધામ - કચ્છઉદય : પશ્ચિમ રેલવે દ્વારા ઉનાળુ વેકેશન દરમિયાન મુસાફરોની વધતી ભીડ અને ટિકિટોની માંગને પહોંચી વળવા માટે ગાંધીધામ અને માલદા ટાઉન વચ્ચે વિશેષ સમર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન દોડવાથી લાંબા અંતરના મુસાફરોને મોટી રાહત મળશે.
રેલવેના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રેન સંખ્યા ૦૯૪૬૩ ગાંધીધામ-માલદા ટાઉન સમર સ્પેશિયલ આગામી ૧૯ એપ્રિલ, રવિવારના રોજ ગાંધીધામથી બપોરે ૧૨ઃ૩૦ કલાકે રવાના થશે અને મુસાફરીના ત્રીજા દિવસે એટલે કે મંગળવારે સવારે ૯ઃ૧૦ કલાકે માલદા ટાઉન પહોંચશે. પરતી દિશામાં ટ્રેન સંખ્યા ૦૯૪૬૪ માલદા ટાઉન-ગાંધીધામ સમર સ્પેશિયલ ૨૧ એપ્રિલ, મંગળવારના રોજ માલદા ટાઉનથી સાંજે ૧૭ઃ૩૫ કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે ગુરુવારે બપોરે ૧૫ઃ૩૦ કલાકે ગાંધીધામ પરત ફરશે.
આ સ્પેશિયલ ટ્રેન તેના નિર્ધારિત રૂટ પર બંને દિશાઓમાં સામાખિયાલી, રાધનપુર, ભીલડી, પાલનપુર, આબુ રોડ, અજમેર, જયપુર, બાંદીકુઈ, ભરતપુર, ઇદગાહ આગ્રા, ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી, પ્રયાગરાજ, મિર્ઝાપુર, પંડિત દીનદયાલ ઉપાધ્યાય, બક્સર, આરા, પટના, કિઉલ, અભયપુર, જમાલપુર, સુલતાનગંજ, ભાગલપુર, કહલગાંવ, સાહિબગંજ, બડહરવા અને ન્યૂ ફરક્કા સ્ટેશનો પર ઉભી રહેશે. મુસાફરોની સુવિધા માટે આ ટ્રેનમાં એસી ૨-ટિયર, એસી ૩-ટિયર, સ્લીપર અને જનરલ ક્લાસના કોચ જોડવામાં આવશે. આ ટ્રેન માટેનું બુકિંગ ૧૪ એપ્રિલ ૨૦૨૬થી તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ કરવામાં આવશે. મુસાફરો ટ્રેનના સમય અને સ્ટોપેજની વધુ વિગતો માટે રેલવેની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
--------- 

Comments

COMMENT / REPLY FROM