Trending News
સ્થાનિક સમાચાર

હાજાપર - થરાવડા પાસે કોંગ્રેસના ઉમેદવારને લૂંટનાર શખ્સને ઝડપી લેવાયો

13 April



ભુજ એલસીબીએ ખારીરોહરના શખ્સની ધરપકડ કરી : અન્ય બે શખ્સોના નામ ખુલ્યા

ભુજ - કચ્છઉદય : જિલ્લા પંચાયતની કેરા સીટના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અને વરલી ગામમાં રહેતા ગોવિંદભાઈ મ્યાજરભાઈ બરાડીયા (આહિર) પોતાના ઘરે જતા હતા ત્યારે રસ્તામાં અલ્ટો કારમાં આવેલા શખ્સોએ તેમને આંતરીને છરી બતાવી લૂંટ કરી હતી. જેમાં મોબાઈલ અને દસ્તાવેજો લઈ લેવામાં આવ્યા હતા. આ બાબતે પધ્ધર પોલીસમાં અજાણ્યા ઈસમો સામે ફરીયાદ નોંધવામાં આવી હતી. એલસીબીએ આ બનાવમાં તપાસ કરીને ખારીરોહરના અબ્રાહીમ ઉર્ફે અનવર હુસેન કટીયાને રેલડી બસ સ્ટેશન પાસેથી ઝડપી લીધો હતો. આ સાથે ખારીરોહરના શકીલ ઉર્ફે ઉમર હુસેન કટીયા અને નાગીયારીના જાવેદ લતીફ બાફણના નામ સામે આવ્યા છે. આરોપીએ કબુલાત આપી કે તે અને મોટો શકીલ તેમજ બનેવી જાવેદ હાજીપીરના મેળામાં જતા હતા. ભાઈ સાળાની અલ્ટો ગાડી લઈને આવ્યો હતો. ત્રણેય જણા ચંદીયા વરલી ગામ થઈ થરાવડા રસ્તેથી નિકળ્યા હતા અને રાત્રીના બાઈક આવતી હોઈ ઉભી રખાવી શકીલે છરી બતાવી અને અમોએ ધાક ધમકી કરી, રોકડા અને કિંમતની સામાનની માંગણી કરી હતી. જો કે તેની પાસે રોકડા કે કિંમતી સામાન નહોતા, મોબાઈલ છીનવી ત્રણેય જણા ગાડીમાં બેસી હાજીપીર ભાગી ગયા હતા. જે મોબાઈલ લૂંટ કર્યો હતો તે શકીલ પાસે હોવાનું જણાવ્યું છે. આરોપીને પધ્ધર પોલીસને સોંપી અન્ય બે શખ્સોને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.

Comments

COMMENT / REPLY FROM