Trending News
સ્થાનિક સમાચાર

શિવ જીવનમાં કલ્યાણ શાંતિનું સ્થાન છે 

11 April



માંડવી-કચ્છઉદય : બિદડા ગામ મધ્યે શિવ પુરાણ કથા વિરામ સમયે યુવા આંતરરાષ્ટ્રીય કથાકાર ધ્રુવકુમાર શાસ્ત્રીજી (ભુજ ઓમ સંસ્કારધામ મંદિર) વાળા જણાવ્યું કે શિવ મોક્ષ, શાંત, કલ્યાણના દાતા છે. શિવ ત્યાગની મૂર્તિ છે. શિવ એટલે હંદય જેનું મોટું, ક્ષમાનું પ્રતિક છે. એવું ધ્રુવકુમાર કથામાં મુખ્ય યજમાન મીઠુભાઈ મેઘરાજભાઈ સાકરીયા પરિવાર લાભ લીધો હતો. 
કથા દરમ્યાન ભાગવતાચાર્ય મહેશભાઈ ભટ્ટ, ચંદુમા આશીર્વચન પાઠવેલ હતા. કથામાં વાઘજીભાઈ, ખીમરાજ, પૂજાભાઈ, આશાભાઈ, વીરમભાઈ, નવીનભાઈ, આનંદભાઈ, જખદાદા મંડળ, સાયરી મંડળ, સતિ મંડળ, અન્ય મહિલા મંડળ  સેવા આપી હતી. કથા દરમ્યાન મહાપ્રસાદનું ભાવિકો લાભ લીધો હતો. શિવ વિવાહ, રૂદ્રાક્ષ, ભસ્મ, બીલીપત્ર મહિમા અને ઉત્સવ ઉજવવામાં આવેલ હતો. કથાનું સંચાલન જેન્તીભાઈએ સંભાળ્યું હતું.
-----

Comments

COMMENT / REPLY FROM