Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૧માં નવાજુની થવાના એંધાણ

11 April



ગાંધીધામ - કચ્છઉદય : ગાંધીધામ મહાનગરપાલિકાની રચના બાદ પ્રથમ વખત યોજાઈ રહેલી ચૂંટણીમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ઉમેદવારી પત્રક ભરવાના અંતિમ દિવસે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અનેક મુરતિયાઓએ પોતાના ફોર્મ રજૂ કર્યા હતા. આ ખેંચતાણ વચ્ચે ગાંધીધામના વોર્ડ નંબર ૧૧માં રસાકસી પૂર્વે જ ભાજપનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે. આ વોર્ડની તમામ ચાર બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવે તેવું ચિત્ર ઉપસી રહ્યું હોવાની રાજકીય આલમમાં ભારે ચર્ચા જાગી છે. ફોર્મ ભરવાની અંતિમ ઘડીએ સર્જાયેલા આ ચોકાવનારા ઘટનાક્રમે સમગ્ર સંકુલમાં ઉત્તેજના ફેલાવી છે અને વિરોધ પક્ષો માટે આ પ્રારંભિક ઝટકો માનવામાં આવી રહ્યો છે. ગાંધીધામ મહાનગરપાલિકાની આ પ્રથમ ચૂંટણીના શ્રીગણેશમાં જ સત્તાધારી પક્ષ એક વોર્ડમાં ક્લીનસ્વીપ તરફ આગળ વધી રહ્યો છે જે હાલ સમગ્ર શહેરમાં ‘ટોક ઓફ ધ ટાઉન’ બન્યું છે.


 

Comments

COMMENT / REPLY FROM