Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી માટે રાજકીય જંગ જામ્યો

11 April




અંતિમ દિવસે ફોર્મ ભરવા ઉમેદવારોનો અભૂતપૂર્વ ધસારો : ભાજપ, કોંગ્રેસ અને આપ સહિત અપક્ષોએ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્રકો રજૂ કર્યા : ૨.૧૫ લાખ મતદારોના મતાધિકાર સાથે ગાંધીધામમાં ત્રિપાંખિયો અને રસાકસીભર્યો જંગ ખેલાશે


ગાંધીધામ - કચ્છઉદય : કચ્છના આર્થિક હબ તરીકે જાણીતા ગાંધીધામ સંકુલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ હવે પૂર્ણતઃ ગરમાયો છે. ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ આ પ્રથમ સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે, જેને લઈને માત્ર રાજકીય પક્ષો જ નહીં પરંતુ સામાન્ય નાગરિકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના અંદાજે ૨.૧૫ લાખ મતદારો આ વખતે ગાંધીધામ મહાનગરપાલિકાના સર્વપ્રથમ શાસકોને ચૂંટવા માટે મતાધિકારનો ઉપયોગ કરશે. ઉમેદવારી પત્રક ભરવાના અંતિમ દિવસે આજે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો સહિત મોટી સંખ્યામાં અપક્ષોએ પણ પોતાના નામાંકન પત્રો રજૂ કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણીમાં જૂના અને નવા ચહેરાઓનું સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. ભાજપે નગરપાલિકા વખતના ૨૦ જેટલા અનુભવી નેતાઓને રિપીટ કર્યા છે, જેમાં ગત ટર્મના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને શાસક પક્ષના નેતા જેવા મહત્વના હોદ્દેદારોનો સમાવેશ થાય છે. આ સાથે જ ૩૦ જેટલા નવા યુવા અને ઉત્સાહી ચહેરાઓને ટિકિટ આપી પક્ષે નવો ચહેરો આપવાનો પ્રયત્ન કર્યો છે. બીજી તરફ, કોંગ્રેસ દ્વારા રણનીતિના ભાગરૂપે છેલ્લી ઘડીએ ઉમેદવારોના નામ જાહેર કરી આશ્ચર્ય સર્જ્‌યું હતું. આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારી ચૂંટણીને ત્રિપાંખિયા જંગમાં ફેરવી દીધી છે. ભાજપના ઉમેદવારોએ આજે વાજતે-ગાજતે નીકળીને વિજયના અતૂટ વિશ્વાસ સાથે પોતાના ફોર્મ ભર્યા હતા, જ્યારે અન્ય પક્ષો અને અપક્ષોએ પણ જ્ઞાતિગત સમીકરણો અને સ્થાનિક પ્રશ્નોને મુદ્દો બનાવી મેદાનમાં ઝંપલાવ્યું છે.
ચૂંટણી પ્રક્રિયાના અંતિમ દિવસે વહીવટી કચેરી ખાતે ભારે ભીડ અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ફોર્મ સ્વીકારવાની કામગીરીમાં ફાલ્ગુનભાઈ મોદી, પી.કે. ચૌધરી, નીરવ ડાયમા, ઝીલ અધિકારી, જીનલ સોલંકી, દેવાંશી સોરઠીયા, પ્રીતિબેન ભાટિયા, વી. એચ. ખત્રી, વાય એન. ખાંધલાં, લક્ષમણ દેરા, ચાંદભાઈ સોનવાલએ જવાબદારી સાંભળી હતી. જોકે, આ ગંભીર કામગીરી દરમિયાન એક ઉચ્ચ અધિકારીના અક્કડ અને નકારાત્મક વલણ સામે ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આ અધિકારીએ માત્ર ઉમેદવારો અને સમર્થકો સાથે જ નહીં, પરંતુ લોકશાહીના ચોથા સ્તંભ સમાન મીડિયા કર્મીઓને પણ તેમની પવિત્ર ફરજ બજાવતા અટકાવ્યા હતા, જેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. કામગીરીના અતિશય ભારણ અને આંતરિક દબાણને કારણે એક સરકારી કર્મચારીની તબિયત લથડી હતી. 
વહીવટી પ્રક્રિયા મુજબ આગામી ૧૩મી એપ્રિલના રોજ ભરાયેલા તમામ ઉમેદવારી પત્રકોની ચકાસણી હાથ ધરવામાં આવશે. 
ત્યારબાદ ૧૫મી એપ્રિલ સુધી ઉમેદવારો પોતાના નામ પરત ખેંચી શકશે, જેના પરિણામે બુધવારે સાંજ સુધીમાં ચૂંટણી જંગનું અંતિમ અને સ્પષ્ટ ચિત્ર સામે આવશે. ગાંધીધામ મહાનગરપાલિકાની આ પ્રથમ ચૂંટણી આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને વહીવટી વિવાદો વચ્ચે રસપ્રદ વળાંક પર આવી ગઈ છે.

...........



ગાંધીધામમાં વોર્ડ નં.૬ અને ૯ ના ભાજપના ઉમેદવાર જાહેર થયા 

ગાંધીધામ - કચ્છ ઉદય : ગત રોજ ગાંધીધામ મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપે વોર્ડ નં.૬ અને ૯ મા માત્ર ત્રણ-ત્રણ ઉમેદવાર જાહેર કર્યા હતા. આજે ચોથા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. વોર્ડ નં.૬ મા વિશાલભાઈ કારમા અને વોર્ડ નં.૯ શારદાબેન વિનોદભાઈ ગવાણીયાએ ભાજપમાંથી નામાંકન પત્રક ભર્યું હતું.

.......


ગાંધીધામ મહાનગરપાલિકા ભાજપના ઉમેદવારો 

વોર્ડ-૧
પારૂબેન મહેશભાઈ દાફડા
શિલ્પાબેન પરમાભાઈ પટેલ
દિપકભાઈ મેઘજીભાઈ વાઘમશી 
અજીતસિંહ અમરજીત રાજપૂત
વોર્ડ-ર
લીનાબેન રાજેશભાઈ ધારક
મનીષાબેન પરેશભાઈ પટેલ
બીપીનભાઈ વેલજીભાઈ લોખીલ
વિક્રમ પરસોત્તમભાઈ મુલચંદાની
વોર્ડ-૩
જ્યોતિબેન દિનેશભાઈ માલી
ચાંદની નીરજ ક્રિપલાની
રામ હીરાલાલભાઈ માતંગ
વિજયસિંહ પ્રતાપસિંહ જાડેજા
વોર્ડ-૪
રૂપલબેન નવીનભાઈ મ્યાત્રા
જયશ્રીબા નરેન્દ્રસિંહ જાડેજા
કેશવજી રામાભાઈ પરમાર
ધનાભાઈ નારાણભાઈ હુંબલ
વોર્ડ-પ
કાન્તાબેન નરેશભાઈ સોલંકી
વિમલેશ કમલભાઈ શર્મા
વિજય ધનજીભાઈ પરમાર
ભરત ચીમનલાલ મીરાણી
વોર્ડ-૬
હંસાબેન કરશનભાઈ ફફલ
સતીબેન બધાભાઈ મ્યાત્રા
નવીનભાઈ નારણભાઈ જરૂ
વોર્ડ-૭
વંદના કિશોર મહેશ્વરી
મનીષાબેન રમેશભાઈ ધુઆ
ભરત વાઘજીભાઈ પ્રજાપતિ
રાજેશ લાખાભાઈ ભરાડિયા
વોર્ડ-૮
પ્રિતીબેન વૃષણુગીરી ગોસ્વામી
મીનીબેન રોશન ગોયલ
સુરેશ હીરાભાઈ ધુઆ
અજયકુમાર શ્રીદેવ સિંધ
વોર્ડ-૯
મનીષાબેન કિશનભાઈ રાકુચા
પ્રહલાદ હરીભાઈ મહેશ્વરી
હરીશભાઈ શંભુભાઈ આહિર
વોર્ડ-૧૦
હસ્તાબેન શૈલેષભાઈ સથવારા
દિવ્યા જીતેન્દ્ર નાથાણી
ધર્મેન્દ્રભાઈ રાયશીભાઈ મેઘાણી
મોહનલાલ ગોવિંદ ગૌરી
વોર્ડ-૧૧
દીપિકા મિતુલ નાયક
પુજા વિનોદ લાલવાણી
તેજસ પ્રભુલાલ શેઠ
ઘેલાભાઈ નથુભાઈ ભરવાડ
વોર્ડ-૧ર
સંગીતાબેન અશોકકુમાર બજાણિયા
અનીતાબેન શંકરભાઈ દક્ષિણી
મહેશ માણશીભાઈ ગઢવી
કમલેશ નારાયણ પરીયાની
વોર્ડ-૧૩
પુરીબેન કરશનભાઈ પરમાર
સુમન મિતલેશ શ્રીવાસ્તવ
હનીફ મુસા ચાવડા
ક્રિષ્ના ગણપત ડાંગા

Comments

COMMENT / REPLY FROM