Trending News
સ્થાનિક સમાચાર

વર્ધમાનનગરે ચૈત્ર માસની શાશ્વતી આંયબિલની ઓળી પૂર્ણ થતાં તપસ્વીઓનો પારણાનો કાર્યક્રમ યોજાયો

10 April



ભુજ - કચ્છઉદય : વર્ધમાનનગર મધ્યે વર્ધમાન શ્વેતામ્બર જિનાલય ટ્રસ્ટ દ્વારા પ. પૂ. સા. કુમુદકિરણાશ્રીજી મ. સા. આદિઠાણા-૪, પ. પૂ. કરૂણાબાઇ મહાસતીજી આદિઠાણા-૨ની શુભપાવન નિશ્રામાં આંયબિલ ઓળી ઉજવાઇ હતી.
પૂજ્યશ્રીઓએ વ્યાખ્યાનવાણી સાથે સિદ્ધચક્ર આરાધના, શત્રુંજય ભાવયાત્રા સાથે વિવિધ ધાર્મિક આરાધનાંઓ કરાવેલ. પારણાનાં મુખ્ય લાભાર્થી હેમલતાબેન મનસુખલાલ શાહ પરિવાર હસ્તે ભારતીબેન અતુલભાઇ શાહ પરિવાર વર્ધમાનનગર-કચ્છ તથા સહયોગી દાતાશ્રીઓ રહ્યા હતા. આંયબીલની ઓળી પુર્ણ થતાં તપારાધકોએ પારણા કર્યા હતા. વર્ધમાન શ્વેતામ્બર જિનાલય ટ્રસ્ટ દ્વારા મુખ્ય લાભાર્થી દાતા પરિવારનું વર્ધમાનનગર અધ્યક્ષ રાહુલભાઇ મહેતા, મંત્રી હસમુખભાઇ વોરા તથા સર્વે કારોબારી સભ્યોનાં હસ્તે બહુમાન કરી અનુમોદના કરવામાં આવી હતી.
આ પ્રસંગે અતુલભાઇ શાહ, ધીરજભાઇ પારેખ, ચેતનભાઇ સંઘવી,કીરીટભાઇ શાહ, નીમેશ શાહ, ભદ્રેશ શાહ, પ્રબોધ મુનવર, મહેન્દ્ર લોડાયા, જીતેન્દ્ર શાહ, જયેન્દ્ર શાહ તથા સર્વે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન હસમુખભાઇ વોરાએ કર્યું હતું. ૭૫ જેટલી આંયબીલની ઓળી થતાં તપસ્વીઓનાં તપની વર્ધમાન શ્ર્‌વેતામ્બર જિનાલય ટ્રસ્ટ તથા વિવિધ દાતાઓ દ્વારા પ્રભાવના રૂપે તપસ્વીઓની અનુમોદના કરવામાં આવેલ. રસોયા દિનેશભાઇનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું.
--------

Comments

COMMENT / REPLY FROM