દીનારા (પચ્છમ) દ્વારા શિકા હોસ્પિટલને ૧૮ લાખનું દાન
રમઝાનમાં યુવકોની ૧૮ દિવસની સળંગ મહેનત રંગ લાવી : બાળકોએ ઈદી આપી : શ્રમિકોએ દાન આપ્યુ
ભુજ - કચ્છઉદય : દીનારા (પચ્છમ, તા. ભુજ) ખાતે દાન અર્પણ કરવાનો એક કાર્યક્રમ મોલાના બિલાલ જામઈ (પૂર્વ અમીર - જમાઅતે એહલે હદીસ - કચ્છ)ના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં મુસ્લિમ શિફા મેડિકલ ટ્રસ્ટના હોદેદારોએ દીનારાની મુલાકાત લીધી હતી. શિફા હોસ્પિટલ પ્રત્યે લાગણી વ્યક્ત કરનારાઓનું ત્રણ સ્વીકાર કયું હતું.
માહે રમઝાનમાં મૌલાના બિલાલ જામઇના માર્ગદર્શન હેઠળ સળંગ ૧૮ દિવસ સુધી મગરિબથી ઈશા સુધી ગામના યુવકો ઘરો ઘરની મુલાકાત લેતા અને શિફા હોસ્પિટલ માટે દાન એકત્ર કરતા. સર્વે હિન્દુ-મુસ્લિમ ગ્રામજનોએ હૃદય ખોલી ફાળો આપતાં દાનની રકમ રૂા. ૧૮ લાખ સુધી પહોંચી હતી. દાન અર્પણ માટે યોજાયેલ કાર્યક્રમમાં દીનારાના અગ્રણીઓએ જણાવ્યું હતું કે ગામના શ્રીમંતો, મધ્યમ વર્ગના લોકો, માલધારીઓએ યથાશક્તિ ફાળો આપ્યો હતો. ઉપરાંત ગામના શ્રમિકવર્ગે પણ ફાળો નોંધાવ્યો હતો. એક ઘરમાં હૃદયરોગથી પીડાતા ગરીબ યુવકે રૂા. ૫૦૦ તેમજ તે દર્દીના પિતાએ રૂા. ૧૦૦૦/- ફાળો આપ્યો હતો. ૧૫થી ૧૭ બાળકીઓએ તેમને મળેલ ઈદી શિફા હોસ્પિટલના ફાળામાં નોંધાવી હતી. ટ્રસ્ટના પ્રમુખ હાજીઆદમ ચાકીએ શિફા મિશન પ્રત્યે ગ્રામજનોની લાગણી બિરદાવી હતી. ટ્રસ્ટવતી પ્રમુખ હાજીઆદમ ચાકી, ટ્રસ્ટીઓ હાજીયાકુબ સોનારા, હાજીરશીદ ખત્રી, હાજીસિદ્દીક ત્રાયા, હાજીઇશાક હિંગોરા, સીએ ઝહીર મેમણ, માનદ મેનેજર હાજીઈબ્રાહીમ જતે દાનની રકમ સ્વીકારી હતી.
આ પ્રસંગે દીનારા ગામના અગ્રણીઓ મૌલાના બિલાલ જામઈ (અમીર જમ્ઈય્યત એહલે હદીષ પચ્છમ ઝોન), મી. હાશિમ યુનુસ, મી. ભચાયા હારૂન, મી. ઈમામુદીન વલી, મી. યુનુસ હસન, જુમા ઓસ્માન, અ.રઝાક હારૂન જામોતર, અ. અઝીઝ ઈસ્માઈલ, અ. રશીદ અબડા, હસન રણમલ, રીઝવાન હસન, લખમીર સત્તા, અનવર મુકીમ, રમઝાન સિદ્દીક, હાશિમ યુનુસ ઉપરાંત ગ્રામજનો હાજીગની હાજીજુસબ, અલી ઈબ્રાહીમ, દાઉદ સિદ્દીક, ઈસ્માઈલ ઈબ્રાહીમ, અ.જબ્બાર નૂરમામદ, ઇબ્રાહીમ હાજીબિલાલ, મીઠા હાજીમોડ, રશીદ નૂરમામદ, મમતાજ હસન, ઈબ્રાહીમ ઈસ્માઈલ, મગા સાફરીયા, હધુ તમાચી, ઈબ્રાહીમ મામદ, મી. અ. મજીદ, મો. શોએબ, જુણસ મતારા, કયુમ હારૂન, સાલે મોળજી, હાજીઉમર દરીયા, હારૂન જામોતર, જણસ મામદ રહીમ ઉપસ્થિત રહ્યા હતા.
----

Comments