લાકડિયા પાસે કન્ટેનર ભરેલ ટ્રેનમાં આગ લાગતા દોડધામ
ભચાઉ - કચ્છઉદય : લાકડિયા રેલવે સ્ટેશન પર કન્ટેનરમાં કોલ લઈને આવી રહેલે ટ્રેનના કન્ટેનરમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ આજ બપોરે ૧ વાગ્યાની આસપાસ ભચાઉ નગર પાલિકા ફાયર ટીમને લાકડિયા રેલ્વે સ્ટેશનથી કોલ આવ્યો હતો કે, કન્ટેનર ભરેલ ટ્રેનમાં અઆગ લાગી છે ઘટનાની જાણ થતાં જ ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અને ટ્રનમાં પાણી મારો ચલાવ્યો હતો. કન્ટેનરના દરવાજોના ખુલતા ટ્રેનને ભીમાસર બાજુ લઈ જવાઈ હતી. કન્ટેનરમાં આગ લાગતા દોડધામ મચી હતી. ફાયરની ટીમે આગ બૂઝાવવા પાણીનો મારો ચલાવ્યો હતો. કામગીરીમાં પ્રવીણ દાફડા, કુલદીપભાઈ, શક્તિસિંહ જોડાયા હતા.
------

Comments