Trending News
સ્થાનિક સમાચાર

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ મંડળથી ચાલતી/ પસાર થતી ટ્રેનો પ્રભાવિત

10 April



ગાંધીધામ - કચ્છઉદય : પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાઓમાં વધારો તથા રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ગેરતપુર - અમદાવાદ ખંડ પર પ્રીકાસ્ટેડ પોર્ટલ બીમ લોંચ માટે ૧૩ એપ્રિલના સવારે ૧૦ઃ૧૫થી ૧૩ઃ૪૫ વાગ્યા સુધી (૩ કલાક ૩૦ મિનિટ) ટ્રાફિક બ્લોક લેવામાં આવશે. જેના કારણે નિમ્નલિખિત ટ્રેનો પ્રભાવિત રહેશે.
જેમાં શોર્ટ ટર્મિનેશન / ઓરિજિનેશન ટ્રેનોમાં ટ્રેન નંબર ૨૦૯૦૧ મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસને તા. ૧૩-૪ના વટવા સ્ટેશન પર સમાપ્ત (શોર્ટ ટર્મિનેટ) કરવામાં આવશે અને વટવા ગાંધીનગર કેપિટલ વચ્ચે રદ રહેશે. ટ્રેન નંબર ૨૦૯૦૨ ગાંધીનગર કેપિટલ - મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ તા. ૧૩-૪ના વટવા સ્ટેશનથી શરૂ થશે અને ગાંધીનગર કેપિટલ - વટવા વચ્ચે રદ રહેશે. 
પુનર્નિર્ધારણમાં ટ્રેન નંબર ૧૨૦૦૯ મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ તા. ૧૩.૦૪.૨૦૨૬ના રોજ મુંબઈ સેન્ટ્રલથી ૧ કલાક ૧૫ મિનિટ વિલંબ થી પ્રસ્થાન કરશે.
ટ્રેન નંબર ૬૯૧૦૨ વટવા - વડોદરા મેમુ, ટ્રેન નંબર ૬૯૧૧૫ વડોદરા - વટવા મેમુ તા. ૧૩.૦૪.૨૦૨૬ના રોજ રદ રહેશે. તો ટ્રેન નંબર ૨૨૯૫૯ વડોદરા - જામનગર ઇન્ટરસિટી તા. ૧૨.૦૪.૨૦૨૬ના રોજ રદ રહેશે. ટ્રેન નંબર ૨૨૯૬૦ જામનગર - વડોદરા ઇન્ટરસિટી તા. ૧૩.૦૪.૨૦૨૬ના રોજ રદ રહેશે. ટ્રેન નંબર ૧૯૦૩૩ વલસાડ અમદાવાદ ગુજરાત ક્વીન તા. ૧૩-૪ના વડોદરા - અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર ૧૯૪૩૬ આસનસોલ - અમદાવાદ એક્સપ્રેસ તા. ૧૩-૪ના વડોદરા મંડળમાં ૨ કલાક ૧૦ મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે. ટ્રેન નંબર ૧૨૮૩૪ હાવડા - અમદાવાદ એક્સપ્રેસ તા. ૧૩.૦૪.૨૦૨૬ના રોજ વડોદરા મંડળમાં ૨ કલાક ૧૦ મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.  ટ્રેન નંબર ૧૨૪૭૮ શ્રી માતા વૈષ્ણો દેવી કટરા - જામનગર એક્સપ્રેસ તા. ૧૩.૦૪.૨૦૨૬ના રોજ વડોદરા મંડળમાં ૧ કલાક ૪૫ મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે. વધુ માહિતી માટે વેબસાઈટ જોતા રહેવા યાદીમાં જણાવ્યું છે.
-----

Comments

COMMENT / REPLY FROM