Trending News
સ્થાનિક સમાચાર

વાંઢમાં લિઝ બહાર બેન્ટોનાઈટનો સંગ્રહ, ખનીજ વિભાગે શંકાસ્પદ ખોદકામ ગણાવ્યું 

10 April



સ્થળ પરથી પ૦ લાખનું મશીન સિઝ કરાયું 

ભુજ - કચ્છ ઉદય : માંડવી તાલુકાના વાંઢ ગામની સીમમાં સર્વે નં.૪૧૮ પૈકીની જમીનમાં માલિકીની લિઝ આવેલી છે. આ લિઝની બહાર ખનીજનો સંગ્રહ થતો હોવાની બાતમીના આધારે પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં લિઝધારક વંદનાબેન એલ. કારણીની લિઝ હેક્ટર ૧ - ૭૦ - ૦૦ આવેલી છે. તેમાં બેન્ટોનાઈટનું ખોદકામ ચાલુમાં હતું. આ બેન્ટોનાઈ લિઝની બહાર સંગ્રહ કરવામાં આવતો હતો. જેના આધારે તપાસ કરવામાં આવી હતી. સ્થળ પર એસ્કેવેટર મશીન વડે ખાણ ચાલુ હતું. લિઝધારકના પ્રતિનિધિ જગદીશભાઈ નરસિંહભાઈ પટેલ હાજર મળી આવ્યા હતા. ભુજ ખાણ ખનીજ વિભાગને જાણ કરી સ્થળ તપાસણી માટે બોલાવવામાં આવ્યા હતા. ખાણ ખનીજ વિભાગ દ્વારા આ ખોદકામને શંકાસ્પદ ગણાવાયું હતું. જેથી વાહન સિઝ કરીને ગેરકાયદે ખોદકામ બાબતે આગળની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.  

Comments

COMMENT / REPLY FROM