માંડવી ભાજપમાં મોટું ગાબડું : ૧૫૦ જેટલા કાર્યકરો વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા
માંડવી - કચ્છઉદય : માંડવી તાલુકાના રાજકારણમાં ગુરૂવારે મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ભાજપના ગઢ ગણાતા વિસ્તારોમાં ગાબડું પડ્યું છે, જેમાં બાડા સીટ અને ગુંદીયાલી સીટ પરથી ભાજપના દિગ્ગજ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરોએ કેસરીયો છોડી ‘પંજો’ પકડ્યો છે.
ભાજપના સક્રિય અગ્રણી દિલીપસિંહ જાડેજા (બાડા સીટ) અને જુવાનસિંહ જાડેજાએ (ગુંદીયાલી સીટ) પોતાના સેંકડો સમર્થકો સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. આ સાથે જ મોડકુબા, દેઢીયા, બાયઠ, પાંચોટિયા, કોકલીયા, ભીસરા જેવા ૭ થી ૮ ગામોનાહોદ્દેદારો અને ૨ સરપંચ આશરે ૧૫૦ જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે.
આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી. કે. હુંબલ, દશરથસિંહ જાડેજા, કલ્પનાબેન જોશી, અરવિંદ ગઢવી, વલ્લભ વેલાણી, પ્રકાશ ગઢવી, રાજેન્દ્રસિંહ જાડેજા, નિતીન નાકરાણી વિગેરે હાજર રહ્યા હતા.
---------------

Comments