હાજીપીર ખાતે યોજાનાર ઉર્ષમાં શંકાસ્પદ વસ્તુઓ લઈ જવા પર મનાઈ
ભુજ - કચ્છઉદય : આગામી તા.૧૧/૪ થી તા.૧૩/૪ દરમિયાન હાજીપીર મુકામે હાજીપીરનો મેળો (ઉર્ષ) યોજવામાં આવનાર છે. વર્તમાન સમયમાં અગત્યના ધાર્મિક સ્થાનોની સુરક્ષા નજરે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલે તા.૧૧/૪ના સવારના ૬ કલાકથી તા.૧૪/૪ના રાત્રિના ૨૪ કલાક સુધી હાજીપીર ખાતે આવેલી હાજીપીર દરગાહના સંકુલમાં પ્રસાદની વસ્તુ જેવી કે શ્રીફળ વગેરે ડીએફએમડી - એચએચઅમડી વ્યૂઅર મશીનથી ફરજ પરના પોલીસ કર્મચારીઓ ચેક કરી શકશે. આ બાબતે કોઈ વાંધાજનક કે શંકાશીલ વસ્તુઓ જણાશે તો લઈ જવાની પરવાનગી આપવામાં આવશે નહીં. આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછી ચાર માસની અને વધુમાં વધુ એક વર્ષ કેદની સજા થશે. આ ઉપરાંત ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ ૧૩૫(૧) મુજબ દંડની સજા થશે.
----------

Comments