Trending News
સ્થાનિક સમાચાર

૯ થી ૧૪ એપ્રિલ સુધી હાજીપીરના માર્ગો પર ભારે માલવાહક વાહનોની અવરજવર પ્રતિબંધિત કરાઈ

09 April



ભુજ - કચ્છઉય :  કચ્છ જિલ્લામાં આગામી તા.૧૧/૪ થી તા.૧૩/૪ દરમિયાન હાજીપીર ખાતે હાજીપીરનો મેળો (ઉર્ષ) યોજાવા જઈ રહ્યો છે. આ પર્વ નિમિત્તે જિલ્લામાંથી તેમજ જિલ્લાની બહારથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને હાજીપીરના દર્શનાર્થે જતા હોય છે. પદયાત્રીઓને રસ્તામાં કોઈ અડચણ કે મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને ટ્રાફિક નિયંત્રણ જળવાઈ રહે તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૩(૧) (બી) (સી) અન્વયે ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધિત ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે.  
આ વિસ્તારમાં અલગ-અલગ કંપનીઓથી હાજીપીર ફાટક સુધી સિંગલ પટ્ટી રોડ આવેલો છે જ્યાં ભારે વાહનોની અવરજવર રહે છે, જેને પગલે ટ્રાફિક નિયમન માટે આ પગલું લેવાયું છે. આ પ્રતિબંધ હેઠળ હાજીપીર ફાટકથી આર્ચિયન કેમિકલ પ્રા.લી. કંપની, સત્યેશ કંપની તથા નીલકંઠ કંપની તેમજ ધોરડોથી નીલકંઠ કંપની સુધીના માર્ગ પર ભારે માલવાહક વાહનો તા. ૯/૪ થી તા.૧૪/૪ સુધી અવરજવર કરી શકશે નહીં. આ જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરાવવા માટે જિલ્લાના પોલીસ અધિકારીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરની કક્ષાના કર્મચારીઓને સત્તા સોંપવામાં આવી છે.
-----

Comments

COMMENT / REPLY FROM