Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં આયુર્વેદના તબીબ વૈદ્ય નિપુણ બુચ દ્વારા ‘આરોગ્યનું મૂળ આહાર’ વિષય પર માર્ગદર્શન અપાયું

09 April



ભુજ - કચ્છઉદય : વિશ્વ આરોગ્ય દિવસ નિમિતે વામા આયુ કેર, સંસ્કૃતિ આયુર્વેદમ અને ઇન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગોના સંયુક્ત ઉપક્રમે ભુજના પુનિતવન ખાતે "આરોગ્યનું મુળ આહાર " વિષય પર ભુજ - કચ્છના વરિષ્ઠ આયુર્વેદ તબીબ વૈદ્ય નિપુણ બુચે આશરે ૨૦૦થી પણ વધારે લોકોને સંબોધીનેે વક્તવ્ય આપ્યું હતું. વિષય પ્રસ્તુતિને અંતે ઘણા બધા લોકોના આહારને લગતા પ્રશ્નોનું નિરાકરણ પણ કર્યું હતું. પ્રાયોજક તરીકે ઇન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગોના પ્રમુખ વિશ્વાબેન ધલ, મંત્રી ફાલ્ગુનીબેન પારેખ, ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી રચનાબેન શાહ અને આઇપીપી નેહાબેન પૂજારાએ આયોજનના પ્રચાર પ્રસારની અને વક્તાના સન્માનની જહેમત ઉઠાવી હતી.
ડો. દેવલબેન જેઠવા અને ડો. નિષ્ઠાબેન ઠક્કરે સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન સુપેરે પાર પાડ્યું હતું. આરોગ્ય અને આયુર્વેદ દ્વારા પ્રજા ઉપલક્ષ્યમાં સંસ્કૃતિ આયુર્વેદમ અને વામા આયુ કેર દ્વારા આ ચોથું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. અને ભવિષ્યમાં પણ આ પ્રકારના વિવિધ વિષયો અને કાર્યક્રમો દ્વારા આયુર્વેદ થકી આરોગ્યસેવા કરતા રહીશુંનો પ્રકલ્પ ડો. નિષ્ઠાબેન ઠક્કર અને ડો. દેવલબેન જેઠવાએ વ્યક્ત કર્યો હતો.
------

Comments

COMMENT / REPLY FROM