Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં સેવાભાવી સંસ્થા ચલાવતા જૈન  વૃદ્ધની ઘરમાં જ કરપીણ હત્યાથી ચકચાર

09 April



સંસ્થામાંથી જ્યાંથી રાશન ખરીદતા તેણે જ પૈસા મુદ્દે ઘરે આવીને બનાવને અંજામ આપ્યો : રાત્રે પોલીસ સ્ટેશનમાં સામેથી હાજર થઈ પોતે ખૂન કર્યાની કબૂલાત આપતા મામલો સપાટી પર આવ્યો 

ભુજ - કચ્છ ઉદય : શહેરમાં સેવાભાવી સંસ્થા ચલાવતા વૃદ્ધની તેમના ઘરે હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. બનાવને અંજામ આપીને આરોપી સામેથી પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. 
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ શહેરના વાણિયાવાડમાં આવેલ પાંજરાપોળ શેરીમાં અષ્ટાપદ બિલ્ડિંગમાં બીજામાળે રહેતા ૭૧ વર્ષિય રશ્મિકુમાર કનકલાલ શાહ (ભુલાણી) અપરીણિત હતા અને એકલવાયું જીવન જીવતા હતા. ગરીબ અને જરૂરતમંદ પરિવારોને માત્ર પ૦૦ રૂપિયાના રાહતદરે તેઓ રાશન કિટનું વિતરણ કરતા અને સાધર્મિક ચેરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થા ચલાવતા હતા. તેઓ તમામ રાશન નિલેશ હસમુખલાલ શાહ પાસેથી ખરીદતા હતા. ગઈકાલે રાત્રે ૯ઃ૩૦ વાગ્યાના અરસામાં આરોપી નિલેશ રશ્મિભાઈના ઘરે રાશનના પૈસા લેવા માટે ગયો હતો ત્યારે બન્ને વચ્ચે ઝઘડો થયા બાદ નિલેશે ઉસ્કેરાઈને રશ્મિભાઈના માથામાં પાણીની મેટલની બોટલ ફટકારી હતી. જેથી બેડરૂમમાં તેઓ ફસડાઈ પડ્યા અને દસ્તા વડે માથામાં ઘા માર્યા હતા. મોત નિપજાવ્યા બાદ આરોપી ભાગી ગયો હતો. જોકે, બાદમાં રાત્રે સવા બે વાગ્યે તે પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પ્રમુખસ્વામીનગરમાં રહેતા આરોપી નિલેશે પોલીસ સમક્ષ કબૂલાત આપી કે મે રશ્મિભાઈનું ખુન કરી નાખ્યું છે. જેથી પોલીસે સ્થળ પર પહોંચી બોડીને જી.કે. જનરલ ખસેડી તેમના નાના ભાઈને જાણ કરી હતી. બનાવ અંગે આજે સવારે એ-ડિવિઝન પોલીસ દ્વારા પીએમ સહિતની ગતિવિધિ હાથ ધરવામાં આવી હતી. આ મામલે પંકજભાઈ શાહે નિલેશ વિરૂદ્ધ હત્યાની કલમો તળે ફરિયાદ નોંધાવી છે. આરોપીએ ઘરમાં રાખેલ સીસીટીવી કેમેરાના ડીવીઆર કાઢી લીધું છે. ડીવીઆર અને મોબાઈલ હમીરસર ફેંકી દેવાયા હોવાની શક્યાતા છે. એ-ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. 


......

Comments

COMMENT / REPLY FROM