ડીપીએ કંડલાનો બની બેઠલ પીઆરઓ લાજવાના બદલે ગાજતો હોવાની ચર્ચા
આપણે ચિંતા નથી કરવાની, તમે, મારા નામે ધંધા ધમધમાવો! ચેરમેન આપણા ખીસ્સામાં છે !
કેન્દ્ર સરકાર, ડીપીએ કંડલા વર્ગ-વર્તુળમાં અતિ સનિષ્ઠ, પ્રમાણિક, કાર્યદક્ષ અને આગવી કોઠાસુઝ ધરાવતા ચેરમેનશ્રીના નામનો આ બની બેઠલ દુરઉપયોગ કરતો હોવાની માર્કેટમાં ઉઠી છે તેજ હવા : ચાય કરતા કિટલી ગરમનો તાલ કરતા આ બની બેઠલા પીઆરઓને પદભ્રષ્ટ કરવાની ઉઠી રહી છે માંગ
ગાંધીધામ સંકુલમાં આ બની બેઠેલ પીઆરઓના કારનામાઓ છડેચોક ખુલ્લા પડતા ઠેર-ઠેર જામેલી ચર્ચાઓ બાદ ડીપીએ-કંડલા પોર્ટનો બની બેઠેલ આ પીઆરઓ સીધો કે પરોક્ષ જયા ભાગીદાર છે તેમને કહતો ફરે છે કે,મારા નામે ધંધાઓ ધમધમાવો, કોઈએ ડરવાની જરૂર નથી, મારો કોઈ વાળ પણ વાંકો કરી શકે તેમ નથી, ચેરમેને મને કહી દીધુ છે કે તમે કોઈ પણ પ્રકારની ચિંતા ન કરો..! આ બની બેઠેલ પીઆરઓ કહી રહ્યો છે કે, ચેરમેન મારા ગજવામાં છે, હું કહીશ તેમ જ થશે.!
આ બની બેઠલા પીઆરઓએ તેની સત્તાનો ગેરઉપયોગ કરીને જમીનોના પ્લોટ પાડીને કઈકને મુર્ખ બનાવ્યા છે, તેની પણ હવે ફરીયાદો થવાની
ગણાઈ રહી છે ઘડીઓ..!
ગાંધીધામ : કોઈપણ સરકારી સંસ્થાની ગરિમા તેના નીતિ-નિયમો અને ત્યાં ફરજ બજાવતા અધિકારીઓની નૈતિકતા પર ટકેલી હોય છે. પરંતુ કંડલા પોર્ટમાં હાલ જે પ્રકારના કિસ્સાઓ ચર્ચાઈ રહ્યા છે, તે જોતા લાગે છે કે સત્તાના નશામાં ચૂર કેટલાક ‘બની બેઠેલા’ તત્વોએ સંસ્થાને
પોતાની જાગીર માની લીધી છે. એક બાજુ કેન્દ્ર સરકાર ‘ઝીરો ટોલરન્સ ટુ કરપ્શન’ ના નારા લગાવે છે, ત્યારે બીજી બાજુ પોર્ટના જ એક જવાબદાર ગણાતા પદ પર બેઠેલી અને બની બેઠલ પીઆરઓ જેવી વ્યક્તિ જ્યારે ખુલ્લેઆમ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપતી હોય, ત્યારે વહીવટની વિશ્વસનીયતા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા થાય છે.તાજેતરમાં વહેતી થયેલી ચર્ચાઓ મુજબ, એક બની બેઠલ પી.આર.ઓ. કક્ષાનો અધિકારી પોતાના અંગત આર્થિક સ્વાર્થ માટે સંસ્થાના સર્વોચ્ચ પદ એટલે કે ‘ચેરમેન’ ના નામનો દુરુપયોગ કરી રહ્યો હોવાનું ચર્ચાય છે. ચેરમેન મારા ખિસ્સામાં છે. એવું વિધાન માત્ર એક વ્યક્તિગત અહંકાર નથી, પણ તે સમગ્ર વહીવટી માળખાનું અપમાન છે. જ્યારે કોઈ ગૌણ અધિકારી પોતાના મળતિયાઓને આડેધડ ધંધા કરવાની અને કાયદાને ખિસ્સામાં રાખવાની છૂટ આપતો હોય, ત્યારે તે સ્પષ્ટપણે સત્તાના દુરુપયોગનો અને આર્થિક ગેરરીતિનો ગુનો બને છે.આ બની બેઠેલા પીઆરઓની તો પોર્ટના નામે ખુદના ધંધાઓમાં એટલો રટ્ટ બની ગયો હાવાનુ લોકો કહી રહ્યા છે કે લાજવાના બદલે હવે તો એ ગાજતો ફરી રહ્યો છે. સંકુલમાં તેના ધંધાકીય ભાગબટાઈના કૃત્યોની ચર્ચાઓ તેજ બની ગઈ છે ત્યારે આ બની બઠેલ પીઆરઓ બધાય તેના ધંધાવાળા આળતીયા મળતીયાઓને સામેથી ફોન કરીને કહેતો ફરી રહ્યો છે કે, તમે કોઈ ચિંતા ન કરો, આપણો કોઈ વાળ પણ વાંકો નહી કરી શકે, ચેરમેન મારા ખીસ્સામાં છે, સામેથી જ મને કહી દીધુ છે કે આપણે ચિંતા કરવાની જરૂર નથી, ધંધાઓ જેમ-જે રીતે ચાલે છે તેમ ચલાવે રાખીએ..! હવે જાવેાનુ એ રહ્યુ કે, જયાં જયાં આ બની બેઠલ પીઆરઓના કટકીના ધંધાઓ મોટા પાયે ચાલી રહ્યા છે ત્યાં સીધી કે પરોક્ષ રીતે કોઈ તવાઈ આવે છે ખરી? કે પછી જેમ ચાલે છે તેમ જ ચાલશે? તેના પરથી નકકી થશે કે આ બની બેઠલ પીઆરઓની શેખી કેટલી સાચી છે?
.........
સત્તાના નશામાં ચૂર ‘બની બેઠેલા’ પીઆરઓ સામે સંકુલમાથી ઉઠતા તરેહ તરેહના સવાલો
નૈતિકતા ક્યાં ગઈ? : જે અધિકારી કેન્દ્ર સરકારનો પગાર ખાય છે, તેની નિષ્ઠા સરકાર પ્રત્યે હોવી જોઈએ કે પોતાની ‘કટકી’ પ્રત્યે કોનું પીઠબળ છે? : ચેરમેન મારા ખિસ્સામાં છે એવું બોલવાની હિંમત આ બની બેઠલ પી.આર.ઓ.માં ક્યાંથી આવી? શું ખરેખર તેમને કોઈ મોટા માથાનું પીઠબળ મળી રહ્યું છે?
પોર્ટની ગરિમાનું શું? : કંડલા પોર્ટ જેવા પ્રતિષ્ઠિત સંસ્થાનના નામે આડેધડ ધંધા કરવાની છૂટ આપીને આ બની બેઠલ પીઆરઓ પોર્ટની વિશ્વસનીયતાને કેટલું નુકસાન પહોંચાડી રહ્યા છે?ભ્રષ્ટાચારનો ખુલ્લો ખેલ કેમ? : શું તંત્ર એટલું લાચાર છે કે એક બની બેઠેલો આ પીઆરઓ જાહેરમાં કમિશન અને ધારદાર કટકીની માંગણી કરે છતાં તેના પર કોઈ લગામ નથી? પોર્ટ-પ્રશાસનની ઉછળી છબીનો સવાલ : તપાસ ક્યારે? : આ અધિકારીની બેનામી મિલકતો અને તેણે જે જે ધંધામાં ભાગીદારી કરી છે, તેની તટસ્થ તપાસ કરવાની હિંમત કયું ખાતું બતાવશે? પારદર્શિતા ક્યાં છે? : શું કંડલા પોર્ટના વહીવટમાં પારદર્શિતાના નામે માત્ર કાગળ પર જ વાતો થાય છે? વાસ્તવિકતામાં શું ‘પી.આર.ઓ. રાજ’ ચાલી રહ્યું છે? કદ વેતરાશે કે નહીં? : આટલી ફજેતી થયા બાદ પણ જો આ અધિકારી છૂટો દોર ભોગવશે, તો પ્રામાણિક કર્મચારીઓમાં કેવો સંદેશ જશે?
...........

Comments