ભુજની જૈન સંસ્થા દ્વારા મુમુક્ષુ રત્નોનું અભિવાદન કરાયું
ભુજ - કચ્છઉદય : જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર દ્વારા તાજેતરમાં મુંબઈ મધ્યે ગચ્છાધિપતિ પ.પૂ. આ.ભ. કલ્પતરૂ સૂરીશ્વરજી મ.સા.ના હસ્તે ભગવતી દિક્ષા અંગીકાર કરનાર મુમુક્ષ રત્નો વિમલભાઈ દોશી, બંસરીબેન દોશી, કુમારી નુષિકા, આર્યનકુમારનું સંસ્થાના વેલજીભાઈ ગણેશભાઈ મહેતા, નટવરલાલભાઈ વોરા, પ્રદીપભાઈ દોશી, અરવિંદભાઈ મહેતા, ભારતીબેન મહેતા, ડો. રૂપાલીબેન મોરબિયા, રસીલાબેન દોશી વગેરેના હસ્તે કુમકુમ તિલક કરી શાલ ઓઢાડી, માળા પહેરાવી, શુકનવંતુ શ્રીફળ અર્પણ કરી અભિવાદન કરાયું હતું. ગ્રામ સ્વરાજ સંઘ - નિલપર સંચાલિત વિવિધ શાળાઓમાં છાત્રોને ૩૦૦ જોડી વસ્ત્રો આપવામાં આવ્યા હતા. મુમુક્ષુ રત્નોના સંયમ જીવનની અનુમોદના કરવામાં આવી હતી. તેમજ અન્ય ર૦૧ જોષી વસ્ત્રો દિક્ષા તા. ર૩-૪ સુધીમાં વિતરણ કરવામાં આવશે.
------

Comments