જિતેન્દ્રકુમાર જયંતે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન અમદાવાદમાં સલાહકાર જનસંપર્કનો કાર્યભાર સંભાળ્યો
અમદાવાદ - કચ્છઉદય : જતેન્દ્રકુમાર જયંતે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન અમદાવાદમાં સલાહકાર જનસંપર્કનો કાર્યભાર સંભાળ્યો છે.
તેમણે ભારતીય રેલવેમાં વર્ષ ૧૯૯૨માં સીધા જનસંપર્ક વિભાગમાં ઇંદોર ખાતે પદભાર સંભાળ્યો હતો. ત્યારબાદ જૂન ૧૯૯૬માં જનસંપર્ક અધિકારી તરીકે જયપુર મંડળમાં તેમની નિમણૂંક થઈ હતી. ઉત્તર પ્રદેશના આગ્રાના મૂળ નિવાસી જયંતે સેન્ટ જોન્સ કોલેજ, આગ્રામાંથી અર્થશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી તેમજ આગ્રા કોલેજ, આગ્રાથી કાનૂની સ્નાતક ડિગ્રી પ્રાપ્ત કરી હતી. ત્યારપછી કે.એમ. હિન્દી ઇન્સ્ટિટ્યૂટમાંથી માસ્ટર ઓફ માસ કમ્યુનિકેશનની ડિગ્રી મેળવ્યા બાદ તેમણે રેલવેમાં પ્રવેશ કર્યો હતો. જયંતને આઈઆરસીટીસી અમદાવાદમાં પુનઃનિયુક્તિના આધારે નિમણૂંક આપવામાં આવી છે. તેઓ ૩૧ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાંથી વરિષ્ઠ જનસંપર્ક અધિકારી “ગ્રુપ અ” તરીકે સેવા નિવૃત્ત થયા હતા. જયંત હવે આઈઆરસીટીસી અમદાવાદમાં પદભાર સંભાળ્યા બાદ નવી દિલ્હી સ્તર, મુંબઈ મુખ્યાલય સ્તર તેમજ અમદાવાદ ક્ષેત્રીય સ્તરે આઈઆરસીટીસી દ્વારા જનહિતમાં કરવામાં આવતા કાર્યોને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા માધ્યમથી સામાન્ય જનતા સુધી પહોંચાડવાનું કામ કરશે, જેથી સામાન્ય લોકોને યોગ્ય માહિતી અને ભરપૂર ફાયદા મળી શકે.
-------

Comments