Trending News
સ્થાનિક સમાચાર

સક્સેસ ચેસ એકેડમી ભુજ દ્વારા ઓનલાઈન ચેસ સ્પર્ધાનુંં આયોજન

08 April


ભુજ - કચ્છઉદય : સમગ્ર કચ્છ - ગુજરાતમાં ઓનલાઈન ચેસ સ્પર્ધાનું પ્લેટફોર્મ પૂરૂં પાડવાના મુખ્ય ઉદેશ્યથી રીંકલ સંજય દાવડાના લગ્નની વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે સક્સેસ ચેસ એકેડેમી ભુજ દ્વારા તા.૨૨/૪ના એનિવર્સરી કપ ઓપન નિઃશુલ્ક ઓનલાઇન ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધાનો ટાઈમ કંટ્રોલ ૫+૩ સેકન્ડ રાખવામાં આવ્યો છે. આ સ્પર્ધા તા.૨૨/૪ના રાત્રે ૯.૫૦ કલાકે ચાલું થશે. આ સ્પર્ધાના મુખ્ય દાતા પી. પ્રભુદાસ ગ્રુપ રાજકોટ રહેશે. આ સ્પર્ધામાં પ્રથમ દસને અનુક્રમે ૧૧૦૦, ૧૦૦૦, ૯૦૦, ૮૦૦, ૭૦૦, ૬૦૦, ૫૦૦, ૪૦૦, ૩૦૦, ૨૦૦ રોકડ ઈનામો અપાશે.  આ ઓપન નિઃશુલ્ક ઓનલાઈન ચેસ સ્પર્ધામાં કોઈપણ ઉમરના કોઈપણ ગામના તમામ ભાગ લઈ શકશે. આ ચેસ સ્પર્ધામાં ભાગ લેવા માટે પોતાના નામ અને લિચેસ આઈડી સંજય દાવડા પાસે લખાવી લેવાના રહેશે.
---------

Comments

COMMENT / REPLY FROM