Trending News
સ્થાનિક સમાચાર

હાજીપીર સેવા સમિતિ મથડા મહિલા કેમ્પ ખાતે કોમી એકતાનો કાર્યક્રમ યોજાયો

08 April



ભુજ - કચ્છઉદય : ભુજથી ખાવડા માર્ગે પાલારાથી આગળ પેટ્રોલ પંપ નજીક મથડા મહિલા કેમ્પનો પદયાત્રિકો વિશાળ સંખ્યમાં લાભ લઇ રહ્યા છે. આ કેમ્પ મધ્યે કોમીએકતાને અનુરૂપ કાર્યક્રમ યોજાયો હતો.
ભુજ શહેર પોલીસ સી ટીમના એએસઆઇ શીતલબેન રાઠોડ, હેડ કોન્સ્ટેબલ ગાયત્રીબેન બારોટ, પ્રબોધ મુનવર, કિરણભાઇ પટેલ, અંજારનાં સમેજા બ્રધર્સ ગ્રુપનાં હુસેનભાઇ, તોફીકભાઇ, ફીરોઝભાઇની ઉપસ્થિતિમાં કોમી એકતાનો અનેરો કાર્યક્રમ યોજાયો હતો. મથડા કેમ્પનાં આયોજક રૂકીયાબેન મથડા, જમીલાબેન આરબ, અમીનાબેન આરબ, રૂકશાનાબેન અનસારી, સોમીયાબેન મથડા દ્વારા આગેવાનોનું સાલ ઓઢાળી બહુમાન કરવામાં આવ્યું હતું. સી ટીમના શીતલબેને પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, કચ્છ પ્રત્યે લગાવ છે. કચ્છ પ્રત્યે લાગણી છે. કચ્છના લોકો લાગણી સાથે પ્રેમાળ છે. આવી કોમી એકતા કચ્છમાં જોવા મળે છે.
માનવજ્યોતના પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે, કચ્છની કોમી એકતા બિમિશાલ છે. કચ્છનું પાટનગર ભુજ આખા કચ્છને પ્રેરણા પૂરી પાડે છે. આ શહેરમાં દરેક ધાર્મિક કાર્યક્રમો કોમી એકતા અને ભાઇચારા સાથે ઉજવાય છે. સી ટીમના કોસ્ટેબલ નીલાબેન ચોધરી,  ટીનાબેન ઠાકોર, જયોત્સનાબેન માળી તેમજ કેમ્પનાં આયોજકો ફાતમાબેનગધડા, રમીજ મથડા, અસલમ ચંગલ, હનીફ સીધી એજાજ પઠાણ, અકીલજાબરી, શાન્તી મહેશ્ર્‌વરી, કામરન મણીયાર સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સી ટીમ દ્વારા હાજીપીર જતા પદયાત્રિકો માટે ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ માર્ગો ઉપર વાહનોથી બચાવ સુરક્ષાનાં હેતુ સાથે રેડીયમ પટી પદયાત્રિકો ઉપર લગાડવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન રફીક બાવાએ જયારે આભારવિધિ અસલમભાઇ ચંગલે કરી હતી.
------

Comments

COMMENT / REPLY FROM