લખપતમાં ખનીજચોરીમાં ચકચારી તત્વોને ટિકિટમાં પ્રાધાન્ય, શિસ્તબદ્ધ સનિષ્ઠોની બાદબાકીની વકી..?
જો જો નવા માપદંડના કયાંક ધજાગરા ન ઉડી જાય..!
પાર્લામેન્ટરી બોર્ડમાં લેવાયેલા નિર્ણયો અનુસરવા નવા માપદંડમાં જે નિયમો ઘડાયા છે તેમાંથી વિવાદીત ચહેરાઓ-ગુનાહિત ઈતિહાસ, ખરડાયેલી પ્રવૃતીઓ વાળાઓને સ્થાન નહીનું કહેવાયુ છે પરંતુ લખપતમાં તાલુકા પંચાયતમાં અમુક બેઠકો પર ખનીજચોરીમાં રટ્ટ રહેલા કેટલાક તત્વોના નામ આગળ ચાલતા પક્ષ માટે પરસેવો રેડનારાઓમાં ફેલાયો છે કચવાટ
ગાંધીધામ : સ્થાનીક સ્વરાજયનો જંગ કચ્છ-ગુજરાતમાં છેડાઈ ચૂકયો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કવાયત તેજ કરી દીધી છે. સેન્સ પ્રક્રીયાઓ પૂર્ણ થઈ, મુરતીયાઓએ દાવેદારી કરી દીધી છે ત્યારે હવે ભાજપ દ્વારા પસંદગી માટેના પણ નીતીનિયમો નવા ઘડવામા આવ્યા છે. અને તેમાં જે નિયમો ઘડાયા છે તેને લઈને કયાંક ને કયાંક અસમંજતાભરી ચર્ચાઓ શરૂ થવા પામી ગઈ છે. આ મામલે મળતી વિગતો અનુસાર કચ્છમાં નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતો માટેના ઉમેદવારોના નામોનું પ્રદેશ સ્તરે મંથન ચાલી રહ્યુ છે. ત્યારે લખપત તાલુકામાં કેટલીક બેઠકો પર દાવેદારી કરાઈ છે અને તેમાં પણ પસંદગી પ્રક્રીયા અથવા તો પેનલમાં મોકલાયેલા નામોમાં અમુક વિવાદીત ચહેરાઓ તથા ખનીજચોરીમાં પણ સક્રીય રહેલાઓના નામ આગળ છે અને વરસોથી પક્ષને માટે પરસેવો રેડનારા, પાથરણા પાથરનારા, ભીંતચિત્રો બનાવનારા, પક્ષને માટે પાણીની જગ્યાએ લોહી રેડનારા સનિષ્ઠ કાર્યકર્તાઓ પાછળના ક્રમે રહી ગયા હોવાથી આવા શિસ્તબદ્ધ યોગ્ય ઉમેદવારોમાં કચવાટ વ્યાપી જવા પામી ગયો છે. હકીકતમાં આ બાબતે પક્ષના સનિષ્ઠ રણનીતીકારોએ જોવાની જરૂર છે કે, કયાક પક્ષના સનિષ્ઠોની બાદબાકી ન થાય અને કયાંક નકકી કરાયેલા માપદંડો માત્ર સમ ખાવા પુરતા ન બની રહે. નહી તો છેવાડાના સરહદી વિસ્તારોમાં પક્ષના સંગઠનને નુકસાન પહોચ.

Comments