Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં લગ્ને-લગ્ને કુંવારાની જેમ નીકળી પડતો  ચૂંટણીલક્ષી મેંઢક અડધો ડોસલો  મુકેશ કોણ ? 

08 April



એસઆરસી જેવી મહાનસંસ્થાએ બસોના ટેન્ડર બાબતે સળવળાટ સર્જતા આ ટ્રાવેલસના ધંધાર્થીને ફરી મધવાળી લાટ ટપકી : જો કાઉન્સીલર બની જવાય તો આવા ઠેકાઓ ફરીથી લઈને તગડી રકમ રડી લેવાની ભુખ કયા મુકેશને જાગી? સંકુલમાં તરેહ તરેહના સવાલો : આ એ જ મુકેશ છે જે નગરપાલિકામાં ગીતાબેન પ્રમુખ હતા તે વખતે પણ બસના ઠેકાઓ માટે કઈક ત્રાગા-તરકટો કરતો હોવાના મુદ્દે આવ્યો હતો ચર્ચામાં..!


જે શખ્સ પોતાના સમાજનો નથી થયો, તે મહાનગરપાલિકાનો અથવા તો પક્ષનો કે પછી ગાંધીધામ નગરજનોનો શું થશે? ચૂંટણી આવે એટલે હમેશા મોઢું ધોઈને ઉભા રહીજતા આ ચૂંટણીલક્ષી મેંઢક સામે સંકુલમાથી વરસી રહયો છે ફટકાર : પક્ષના જીલ્લાના હોદેદારો પાસે ખુદના સમાજના જ યુવા-સક્ષમ-પ્રમાણિક ઉમેદવારોની ટિકિટ કાપવાના રચતો રહે છે કાવતરા : સમાજના સુકાનીના નામે આ બની બેઠેલા શખ્સે હમેશા સમાજના લોહીચુસણા જ કર્યા હોવાની પણ છે ફરીયાદ : સમાજમાં સુકાની પદે તેની મુદરત પુરી થઈ ગઈ હોવા છતા પણ ખુદ હજુય હોદા છોડતો નથી, વિચાર તો કરો આ શખ્સ કેટલો સત્તાલોલુપ હશે? જાણકારોના સવાલ


ગાંધીધામ :  ગુજરાત સહિત કચ્છમાં પણ સ્થાનિક સ્વરાજયનો જંગ છેડાઈ ગયો છે. રાજકીય પક્ષોએ ધાર સજાવવાની શરૂ કરી દીધી છે. ત્યારે ભાજપ પણ ઉમેદવારોની પસંદગીઓ, સેન્સ પ્રક્રીયા આટોપી લીધી છે. આ સેન્સ પ્રક્રીયામાં કઈક એવા ચહેરાઓ દેખાયા કે જે પક્ષમાં ઓનલાઈન સભ્ય બનેલા હાયે, પક્ષની કોઈ જ પ્રવૃતીઓમાં કયાંય ડોકાયા ન હોય, માત્ર પક્ષના ખેસ ધારણ કરી અને આવી ચૂંટણીઓ આવે એટલે ખુદ વરરાજાઓ બનીને ઉભા રહી જવાની જ આદતવાળા હતા. આ પેકીના એક એવા ગાંધીધામ મનપા માટે પણ જાણે કે, લગ્ને લગ્ને કુંવારાની જેમ નીકળી પડતો ચૂંટણીલક્ષી મેંઢક મુકેશ પણ ભારે ચર્ચામાં આવી ગયો હતો.પક્ષની સેવાના નામે માત્ર ખુદના ટ્રાવેલ્સના ધંધાના મેવાઓ જ રડી લેવાની લ્હાયમાં આ બની બેઠલ મુકેશ ફીરાકમાં રહેતો હોવાની સ્થિતી સર્જાતી રહી છે. જાણકારો સવાલ કરી રહ્યા છે કે, ચૂંટણીલક્ષી મેંઢકની જેમ બહાર આવનાર આ મુકેશ કોણ છે? જાણકારો કહી રહ્યા છે કે, અગાઉ નગરપાલિકામાં જયારે ગીતાબેન પ્રમુખ હતા તે વખતે પણ બસના કોન્ટ્રાકટ મેળવી લેવાની લ્હાયમાં આ બની બેઠલા મુકેશે કઈકકાવાદાવાઓ કર્યા હતા. હાલમાં પણ ફરીથી એસઆરસી દ્વારા બસોના ઠેકાઓની વાત વહેતી થવા પામી છે એટલે જો નગરપાલિકામાં ગોઠવાઈ જાય તો આવા ઠેકાઓ પોતે લઈ અને પ્રજાસેવાના નામે માત્ર ખુદના જ ગજવા ગરમ કરી લેવાની વેતરણમાં આ બની બેઠલ શખ્સ હોવાનુ ચર્ચાય છે. જો કાઉન્સીલર બની જવાય તો આ બની બેઠલાની બસના ધંધાની લોટરી પાકી તેવુ અનુમાન ખુદ કરી બેઠો હોવાનુ ચર્ચાય છે. કહેવાય છે કે, ભાજપે આ વખતે ટિકિટ ફાળવણીમાં પક્ષના કાર્યકર્તાઓ, સનિષ્ઠો તથા ખાસ કરી ને  જેઓએ પક્ષને માટે ભીંતચિત્રો લગાવ્યા હોય, પાથરણાઓ -ખુરશીઓ લગાવી હોય તેવા કાર્યકર્તાને પ્રાથમિકતા અપાશે તેવી વાત છે તો આ બની બેઠલ મુકેશ તો સભ્ય પણ ઓનલાઈન બન્યો છે. સેવાથી આ મુકેશને કોઈ લેવા દેવા ન હોવાનુ ચર્ચાય છે. કહેવાય છે કે, સમાજનો પણ નામપુરતો આગેવાન બનીને બેઠો છે. પાછલા કેટલાય સમયથી સમાજની ખુરશી પર એકધારો ચીટકી ગયો છે. ટર્મ પુરી થઈ ગયા બાદ પણ ખુરશી છોડતો નથી, ન તો કોઈને હિસાબ કિતાબ આપે છે. વિચાર તો કરો કે સમાજના ભલાના નામે કેટકેટલા પોતાના સ્વાર્થ જ આ શખ્સ સાંધતો હશે? કેટલો સત્તાલોલુપ છે આ બની બેઠેલ મુકેશ નામનો શખ્સ.? જિલ્લા કક્ષાએ પણ પક્ષના આગેવાનો પાસે જઈ જઈ અને તેના જ સમાજના યુવા-સનિષ્ઠ આગેવાન-કાર્યકર્તાઓની ટિકિટો કાપવાના જ છાના ખેલો આ શખ્સ કરી રહ્યો હોવાનુ ચર્ચાય છે. પોતાને પક્ષની ટીકીટ મળી જાય એટલે ઉમરો બાબતે ચર્ચાઓ કરી અને યુવાન ગણાવી રહ્યો છે પરંતુ હકીકતમાં અડધો ડોસલો બની જવા પામ્યો છે. સમાજના લોહીચુસણા જેણે કર્યા હોય તે પ્રજાજનો-પક્ષનો શું થવાનો હતો? કહેવાય છે કે મેઘપર બોરીચીમાં પણ સમુદાય-વર્ગના નામે જમીનો ખરીદવાનુ કહી અને તેમાં પણ મોટી દલાલી આ શખ્સે 
ખાધી છે?

Comments

COMMENT / REPLY FROM