સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ભુજ કલેક્ટર કચેરી ખાતે ‘જિલ્લા કંટ્રોલ રૂમ’ કાર્યરત કરાયો
ભુજ - કચ્છઉદય : રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા આગામી સમયમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ આગામી તારીખ ૨૬/૪ના રોજ યોજાનારી છે. આ ચૂંટણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત રીતે પાર પાડવા તેમજ મતદાન અને મતગણતરીના દિવસે વહીવટી સરળતા માટે ભુજ કલેક્ટર કચેરી ખાતે ખાસ ‘જિલ્લા કંટ્રોલ રૂમ’ કાર્યરત કરવામાં આવ્યો છે.
નાગરિકો જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે ૦૨૮૩૨ - ૨૫૨૭૧૫ નંબર પર સંપર્ક કરી શકશે. આ ઉપરાંત એસ.આર.ચંદારાણા, નાયબ મામલતદાર, રેકર્ડ શાખા, કલેકટર કચેરી, ભુજ, મોબાઈલ નંબર : ૮૪૬૦૪ ૬૯૫૮૮ તેમજ જી.કે. મરંડ, કારકુન, રેકર્ડ શાખા, કલેકટર કચેરી, ભુજ, મોબાઈલ નંબર : ૭૮૫૯૮ ૭૨૯૮૨ સંપર્ક કરી શકાશે. ચૂંટણીને લગતી કોઈપણ માહિતી માટે નાગરિકો ઉપરોક્ત કંટ્રોલ રૂમ નંબર તથા મોબાઈલ નંબર પર સંપર્ક સાધી શકશે તેમ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને અધિક નિવાસી કલેક્ટર ડી.પી.ચૌહાણ દ્વારા જણાવાયું છે.
----------

Comments