Trending News
સ્થાનિક સમાચાર

પ૦ વર્ષથી વધુ ઉંમરના સાહસિકો દ્વારા ગાંધીનગરથી ગેંગટોક કાર રોડ ટ્રીપનું આયોજન

07 April


ભુજ - કચ્છઉદય :“ઉમર એ માત્ર નંબર છે અને કોઈપણ કાર્ય માટે ઉમર નહીં, પરંતુ દ્રઢ ઈચ્છાશક્તિ અને મજબૂત મનોબળ જરૂરી છે”  આ વિચારને સાકાર કરવા ગુજરાતના વિવિધ વિસ્તારના ૫૦ વર્ષથી વધુ ઉંમરના ૬ થી વધુ સાહસિકો દ્વારા સેલ્ફ ડ્રાઈવ રોડ ટ્રિપનું આયોજન કરવામાં આવ્યું છે
૨૦૧૯માં કોટેશ્વરથી રામેશ્વરમ અને ૨૦૨૪માં ગાંધીનગરથી લેહ સુધીની સફળ સેલ્ફ ડ્રાઈવ રોડ ટ્રિપ બાદ હવે મે-૨૦૨૬માં ગાંધીનગરથી ગેંગટોક સેલ્ફ ડ્રાઈવ રોડ ટ્રિપ યોજાઈ રહી છે. મૂળ ભુજના મુખ્ય આયોજકો ઉદય અંતાણી અને વિરલ વોરાએ માહિતી આપતા જણાવ્યું કે, આ સેલ્ફ ડ્રાઈવ ટ્રિપનો પ્રારંભ તા. ૨૩ મેના રોજ સવારે ૬ વાગ્યે ગાંધીનગરના સરગાસણ સ્થિત એડીફિસ એપાર્ટમેન્ટથી થશે. સેલ્ફ ડ્રાઈવ રોડ ટ્રિપ રૂટ મુજબ જતી વખતની મુસાફરીમાં ૨૩ મેનાં ઉજ્જૈન ત્યાંથી ૨૪ મેનાં જબલપુર ત્યાંથી ૨૫ મેનાં વારાણસી ત્યાંથી ૨૭ મેનાં પૂર્ણિયા ત્યાંથી ૨૮ મેનાં ગેંગટોક પહોંચશે. વળતી સેલ્ફ ડ્રાઈવ રોડ ટ્રિપ રૂટ મુજબ ૩૦ મેનાં દાર્જિલિંગ ત્યાંથી ૧ જૂનનાં મુઝફ્ફરપુર ત્યાંથી ૨ જૂનનાં પ્રયાગરાજ ત્યાંથી ૩ જૂનનાં ચિત્રકૂટ ત્યાંથી ૪ જૂનનાં કોટા ત્યાંથી ૫ જૂનનાં ગાંધીનગર ખાતે આ રોડ ટ્રીપનું સમાપન થશે.
ટ્રીપ દ્વારા ૧૪ દિવસોમાં ૭ રાજ્યો પસાર કરી કુલ ૪૫૦થી વધારે અંતર કાપવામાં આવશે અને ૮ પવિત્ર નદીઓનો સ્પર્શ અને ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરવામાં આવશે અને ૪ મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોની મુલાકાત લેવામાં આવશે. આ સેલ્ફ ડ્રાઈવ રોડ ટ્રિપની વિશેષતાઓ જોઈએ તો ડ્રાઇવિંગ માત્ર સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જ કરવામાં આવશે અને દૈનિક મહત્તમ ૬૦૦ કિલોમીટરનું જ અંતર કાપવામાં આવશે.  દરેક સભ્ય દ્વારા ડ્રાઇવિંગ કરવું ફરજીયાત રહેશે. સ્વખર્ચે થનાર આ ટ્રીપનો વ્યકિત દીઠ મહત્તમ ખર્ચ રૂ.૩૦,૦૦૦ અંદાજવામાં આવ્યો છે. આ સાહસિક સેલ્ફ ડ્રાઈવ રોડ ટ્રિપ દ્વારા એક મજબૂત સંદેશ આપવામાં આવે છે કે ઉમર ગમે તેટલી હોય, જો મનમાં ઈચ્છાશક્તિ અને હિંમત હોય તો કોઈપણ સાહસ શક્ય છે. જીવનમાં સક્રિય રહેવું, ફરવું અને મનગમતી પ્રવૃત્તિઓમાં જોડાયેલા રહેવું ખાસ કરીને વૃદ્ધાવસ્થાને આનંદમય અને જીવંત બનાવે છે.
----

Comments

COMMENT / REPLY FROM