ગાંધીધામ - ભાગલપુર સાપ્તાહિક ટ્રેન જુન સુધી વધારવામાં આવી
ગાંધીધામ - કચ્છઉદય : પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને બે સાપ્તાહિક વિશેષ ટ્રેનોની સંચાલન અવધિમાં વિસ્તાર કરવામાં આવ્યો છે. આ નિર્ણય મુસાફરોની સુવિધા અને માંગને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. જે ટ્રેન સંખ્યા ૦૯૪૫૧ (ગાંધીધામ - ભાગલપુર) સાપ્તાહિક વિશેષ ટ્રેનને તા. ૧૫મી મેથી ૨૬ જૂન સુધી વિસ્તારીત કરવામાં આવી છે. તો ટ્રેન સંખ્યા ૦૯૪૬૫ (અમદાવાદ - દરભંગા) સાપ્તાહિક વિશેષ ટ્રેનને તા. ૧૫મી મેથી ૨૬મી જૂન સુધી વિસ્તારીત કરવામાં આવી છે. આ વિશેષ ટ્રેનો માટે બુકિંગ તા. ૮-૪થી તમામ પીઆરએસ કાઉન્ટર તથા આઈઆરસીટીસી વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને અન્ય માહિતી માટે વેબસાઈટ પરથી મળી શકશે.
-----

Comments