મુંદરામાં જૈન સમાજ પ્રથમ ઐતિહાસિક સ્નેહમિલન સમારોહમાં અતિથિ ભવન બનાવવાનો સંકલ્પ લેવાયો
ભુજ - કચ્છઉદય : મુંદરા શહેર અને તાલુકાના ૩૩ ગામોમાંથી સમસ્ત જૈન સમાજના ૧૫૦૦થી વધુ જ્ઞાતિજનો પધારી અવસરને મહોત્સવ બનાવ્યો અને સમાજની સંગઠન શકિત મજબુત બનાવવાનો તથા સમાજને ઉપયોગી કાર્યો કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.
સમારોહના અધ્યક્ષસ્થાનેથી બિદડા સર્વોદય ટ્રસ્ટ ચેરમેન વિજયભાઈ છેડાએ કાર્યક્રમની મહેનતને બિરદાવ્યું અને સમાજના વિવિધ કામો માટે પુણ્ય સહયોગ આપવાની ખાત્રી અને વિદેશમાં રહેતા જૈનોનું સંગઠન જૈનના માધ્યમથી પુરેપુરો સહકાર આપવાની ખાત્રી આપી હતી. અવસરના અમુલ્ય અતિથિ પદેથી અદાણી પોર્ટના સી.ઈ.ઓ. રક્ષિતભાઈ ઉપસ્થિત માનવ મહેરામણ જોઇને ભાવવિભોર થઇ ગયા હતા અને કાર્યકર્તાઓની મહેનતને બિરદાવતા મંચસ્થ મહાનુભવોને તથા ઉપસ્થિત જ્ઞાતિજનોને કાર્યક્રમ માટે સ્ટેન્ડીંગ ઓવેશન આપી અને પોતાની લાગણીઓ વ્યકત કરી હતી. સાથે સમાજના કોઇ પણ કાર્ય માટે અદાણી ગ્રુપના દરવાજા ૨૪ કલાક ખુલ્લા છે એવી ઉત્સાહભેર લાગણી વ્યકત કરી હતી.
અતિથિઓ ભોગીલાલ મહેતા, કોમલભાઈ છેડા, રાજેશભાઈ કુબડીયા, અનિલભાઈ ખોના, શાંતિલાલભાઈ સાવલાએ પણ તમામ પ્રકારની સહકારની ખાત્રી સાથે સમાજને સંગઠીત કરવાના પ્રયાસને હદય પુર્વક બિરદાવ્યું હતું. આ અવસરે કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરીએ પણ ખુબ જ પ્રેરણારૂણ સંબોધન કરી સમાજના કાર્ય માટે સંદૈવ સહકાર આપવાની તત્પરતા બતાવી હતી.
શુભારંભ નિશાબેન સંઘવી અને સાથી કલાકારોના સંગાથે ગીત સંગીતના માધ્યમથી થયું, સન્માન સમારંભનું શુભારંભ કરતા માંગલિકના શરણાઓ સાથે કરવામાં આવ્યું. ત્યાર બાદ મહેમાનોનું સ્વાગત અને અવરસના પ્રસંગનો પરિચય જીગરભાઈ છેડાએ ખુબ જ પ્રતિબધ્ધતા અને પ્રેરણકતા સાથે આપ્યું અને વિરટ સંખ્યામાં પધારનાર જ્ઞાતિજનોને અવસરને યાદગાર બનાવવા બદલ અંતરભીના અભિનંદન પાઠવ્યા હતા. ત્યાર બાદ ઉપસ્થિત અતિથિઓ અને મહેમાનોનું સાલ, પાઘડી અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું સંપુર્ણ કાર્યક્રમનો પ્રેરણાત્મક રીતે સંચાલન ધીરજભાઇ છેડા એકલવીરે કર્યું હતું. આભારવિધિ જયંતીભાઈ મામણીયા દ્વારા કરવામાં આવી હતી. આ અવસરે આ કાર્યના પાયાના પત્થર એવા અમુલ્ય દાતાઓ અનશન વ્રતધારી સમાજરત્ન તારાચંદભાઈ જગશી છેડા પરિવાર હસ્તે હંસાબેન તારાચંદભાઈ છેડા (કાંડાગરા) હાલે ભુજ તથા અવસરના સવિશેષ દાતા છાયાબેન વસંતભાઈ ડુંગરશી છેડા પરિવાર (રતાડીયા ગણેશ), ભાનુમતીબેન માવજીભાઈ મોરારજી દેઢીયા પરિવાર (મો.કપાયા), દિનેશકુમાર કાંતીલાલ મોરખીયા, (ચુનરીમોલ પરિવાર થરાદવાલા), તથા પરીનભાઈ દીલીપભાઈ ગાલા - સાડાઉ (મહાવીર ગ્રુપ), કરમશી વાઘજી ધરોડ પરિવાર (વાંકી) ઉમદા સહયોગ મળ્યો હતો. તમામ દાતાઓનું મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ અવસરે સમગ્ર કચ્છના જૈન સમાજના કાર્યકરોને વિવિધ હોદા ઉપર જવાબદારી મળી એમનું પણ સન્માન કરવામાં આવ્યું સાથે મુંદરા તાલુકાના ૬ર ગામોમાંથી એક માત્ર જૈન સરપંચ કારાઘોઘાના નેહાબેન મુકેશ શેઠીયાનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે અવસરની શોભા વધારવા ખાસ પધારનાર પ્રણિવભાઈ ગાલા (છસરા), ભરતભાઈ ગોગરી (છસરા), નિલેશભાઈ ધરોડ (વાંકી), કેકીનભાઈ મહેતા (બારોઈ), ડો. કૈશિક શાહ (મુંદરા), સંજયભાઈ ડગાળાવાળા માંડવી, કિરણ સંઘવી (માંડવી), માવજીભાઈ ગાલા (કારાઘોઘા), જયેશભાઈ વીરા (દેશલપર) સહીત અનેક મહાનુભવો વિશેષ ઉપસ્થિતિમાં પધારેલ એમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના વિવિધ મહાજનોના અને વિવિધ સંપ્રદાયોના પદાધિકારીઓ બહોળી સંખ્યામાં પરિવાર સહિત પધારેલ અવસરના આમંત્રણને માન આપી મુંદરા પોલીસ સ્ટેશનના પી.આઈ.શ્રી રાણા ખાસ ઉપસ્થિત રહયા હતા. આ અવસરે પ્રમોદભાઈ મુનવર, જીગરભાઈ શાહ, કૌશલભાઈ મહેતા, કિરણભાઈ નવનીત જનકલ્યાણ, શીતલભાઈ શાહ, ભાર્ગવભાઈ શાહ, ચુનીલાલભાઈ ગાલા (વડાલા), પ્રણવ શાહ, પારૂલબેન ગોગરી, સોનમબેન દેઢિયા, શૈલેષભાઈ ગાલા, પ્રવિણભાઈ ભેદા, કેશવજીભાઈ દેઢિયા, મનોજભાઈ હેણીયા, ડો. રમેશભાઈ વીરા, ચીમનભાઈ રાંભીયા (વડીલ વંદના) ખાસ પધારેલ હતા. પત્રકારો પણ બહોળી સંખ્યામાં પધાર્યા હતા અને એમનું સન્માન કરવામાં આવ્યું હતું. વિવિધ ગામોમાંથી સમાજના લોકો આવે એ માટે ગામે ગામથી વાહન વ્યવસ્થા રાખવામાં આવેલ અને એ માટે ગામે ગામના કાર્યકર્તાઓએ ખુબ જ મહેનત કરી હતી. સાથે મુંદરા શહેર અને ૩૩ ગામોમાંથી ૧૨૫થી વધારે કાર્યકરોએ કાર્યને સફળ બનાવવા સતત ૧૫ દિવસથી તનતોડ મહેનત કરી એક કર્તવ્યબંધ સ્વયંસેવકની પ્રતિભા ઉભી કરી હતી. યુવા કાર્યકરર્તાઓએ પણ ખુબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. સાંજે પ વાગ્યાથી શકિત નગરથી લઈ અને સુરભી ગાર્ડની પધારવા માટે જૈન સમાજનું માનવ મહેરામણ ઉમટયો હતો, જે સમાજની ઇચ્છાભેર લાગણીઓના દર્શન થતા હતા. આ કાર્ય માટે અનેક નામી અનામી વ્યકિતઓએ સહકાર આપ્યો સર્વેનો આભાર માન્યો હતો. સુંદર જગ્યા ફાળવનાર સુરભી ગાર્ડન પરિવાર સ્વાદિષ્ટ ભોજન પીરસનાર રાજુમારાજ સુંદર સજાવટ કરનાર હિંગલાજ મંડપ ડેકોરેશન, ટી.વી. સ્કીન લાઇવ પ્રસારણ કરનાર કાસમભાઈ ખલીફાની ટીમ તથા કાર્ય માટે પોતાના કાર્યાલય ફાળવવા તેમજ વિશેષ સહકાર આપવાર ભુજ ક.વિ.ઓ. મહાજન તથા કાર્યકરશ્રી અંકિતભાઈ તેમજ મુંદરાથી ભુપેન્દ્રભાઈ મહેતા, જયંતીભાઈ મામણીયા, રાજેનભાઈ ગલીયાનું સવિશેષ આભાર માન્યો હતો.
કાર્ય માટે તનતોડ મહેનત કરનાર કાર્યકર્તાઓમાં જયંતીભાઈ મામણીયા, મુકેશભાઈ શેઠીયા, દિપકભાઈ ગાલા, પરિનભાઈ ગાલા, રાજેન ગલીયા, યશ ગાલા, કરણભાઈ મહેતા, કિરણભાઈ સાવલા, નનિવભાઈ દેઢીયા - ગેલડા, પ્રેમલ સતરા, તુષાર વોરા, મણીલાલ ગાલા, અક્ષિત ગાલા, અશીત શાહ, મેહુલ સંગોઈ, વિનોદભાઇ કેનિયા, પ્રિતેશ દેઢિયા, નિલેશ ધુલા, જય દેઢિયા, દિપ ગાલા, પ્રિયાંક મહેતા, મહેક મહેતા, દિવ્ય સતરા, કરણ આર. મહેતા, જૈનમ ધરોડ, ભાવેશ ધરોડ, કિરણ ધરોડ, બ્રિજેશ શાહ, મનન છેડા, શ્લોક હેણીયા, બીરલ ગોસર, દિપાલી હેણીયા, નિકિતા દેઢિયા, પ્રિતિ હેણીયા, માનસી રાંભીયા, ભાવિની વોરા, પલક ગોગરી, પુર્વ ધરોડ, જીનલ મહેતા, બિંદુ દેઢિયા, બીજલ ધરોડ, નંદીની ગાંધી, ચંદ્રિકા કેનિયા, મોક્ષા મહેતા, ગ્રીવા ગલીયા, ચાર્મી મહેતા, અંકિતા રાજેન, નેહા કેયુર, હેત્વી મહેતા, પ્રિતિ હેણીયા, નેહા હેણીયા, હેતલ દેઢિયા, ડિશા પોલડીયા, માહિર મહેતા, ફેની ધુલા, પલક ગોગરી, શીયા સાવલા, ધ્રુર્વી ગાંધી, પ્રિશા હેણીયા, ભાવિ દેઢિયા, પંકિત દેઢિયા, અમીત શાહ, બીના શાહ સહીત અને કાર્યકરોએ સેવા આપી હતી.
------

Comments