ડીપીએ કંડલા પોર્ટ, ચેરમેન નહીં, હું જ ચલાવું છું : પીઆરઓની કામગીરીથી વિવાદોનું વાવાઝોડું!
કંડલા પોર્ટમાં PRO ના કાળા કારનામા? ચેરમેનની પ્રતિષ્ઠાને ‘બટ્ટો’
પીઆરઓ પગાર સરકારનો લહી રહ્યા છે અને કામ ખાનગી પેઢીઓના એજન્ટ બનીને કરતા હોવાની ઉઠી ફરીયાદ
જગત જમાદારી કરી રહેલા બની બેઠેલા આ પીઆરઓ સામે મોટા સવાલોનો સંકુલમાં ચાલ્યો મારો : દીનદયાળ પોર્ટના ‘પ્રોટોકોલ’માં ભ્રષ્ટાચારનો સડો-નીતી નિયમોને નેવે મુકી ચેરમેનશ્રીને અંધારામાં રાખી અને આ બની બેઠલ પીઆરઓ આંધળી ફિલમ જ ચલાવી રહ્યા હોવાની કઈક ઘટનાઓ આવી ચર્ચામાં
બની બેઠલ પીઆરઓ અગાઉ ડીપીએ પોર્ટના કઈક અધિકારીઓના ઉપરના પેસા જમીન સ્કીમમાં નાખવાના નામે ફેરવી ચુકયા છે કરોડોનો રોલ : કઈક અધિકારીઓને આ બની બેઠલ પીઆરઓએ પૈસા ચાંઉ કરી જઈ અને રાતા પાણીએ રડાવ્યા છે
સિકયુરીટીના ટેન્ડરો બહાર પડે તો આ પીઆરઓ મોઢું ધોઈને ઉભો રહી જાય છે, મારું શું ? ડયુટી ફ્રી શોપના ટેન્ડરો બહાર પડે એટલે અલગ અલગ એજન્સીઓ સાથે ભાગબટાઈ કરી અને ટેન્ડરમાં ગોઠવે છે રીંગ, ડો.આંબેડકર ભવનમાં પરોક્ષ રીતે ભાગીદારી તો ખરી જ ? પોર્ટના પીઆરઆોનું નામ અને ખુદના ગજવા ગરમ કરવાનું કામ.!
ચેરમેનશ્રી આંખ ઉઘાડો : બની બેઠલ પીઆરઓ પર રાખેલો આંધળો વિશ્વાસ..કયાંક પીઆરઆરે સાબિત ન કરી દેખાડે કે પોર્ટ પ્રશાસન ખરેખર આંધળું જ છે..પીઆરઓની કોઈ જ છાની રમતો ખ્યાલ આવતો નથી.! : પીઆરઓ જ અન્ય અધિકારીઓના અપપ્રચાર કરતો ફરી રહ્યો છે, ચીફ ઈન્જીનીયર રેડ્ડી ભ્રષ્ટ છે, ટીએમ ખોટા ખોટા કામોનું વિશાળ સામ્રાજય બનાવી બેઠા છે, આવી આભાસી વાતો આ પીઆરઓ જ અલગ અલગ જગ્યાએ ટ્રેડમાં અને પોર્ટમાં પ્રશાસનકારોના કાને નાખતો ફરી રહ્યો હોવાની છે ચર્ચા : પરંતુ આ બની બેઠેલ પીઆરઓ ખુદ કયાં દુધનો ધોયલો છે? જાણકારોમાથી ઉઠતા સવાલો
ગાંધીધામ : દીનદયાળ પોર્ટ ઓથોરિટી એ માત્ર કચ્છ કે ગુજરાતનું જ નહીં, પણ ભારતનું એક અગ્રણી આર્થિક પ્રવેશદ્વાર છે. જ્યારે કોઈ સંસ્થા આટલી વિશાળ હોય, ત્યારે તેની પારદર્શિતા અને નૈતિકતા જાળવવાની જવાબદારી તેના અધિકારીઓની હોય છે.
પરંતુ છેલ્લા કેટલાક સમયથી પોર્ટના જનસંપર્ક વિભાગના પીઆરઓને લઈને જે પ્રકારના આક્ષેપો ઉઠી રહ્યા છે, તે જોતા લાગે છે કે પોર્ટના વહીવટમાં ‘સેવા’ નહીં પણ ‘મેવા’ ખાવાની સંસ્કૃતિ વકરેલી છે.તાજેતરમાં સામે આવેલી વિગતો મુજબ,PROની છાની રીતીનીતીઓના લીધે આ વિભાગ હવે જનસંપર્કને બદલે ‘વહીવટ’ અને ‘સેટલમેન્ટ’નું કેન્દ્ર બની ગયો હોય તેવું જણાય છે. ગંભીર આક્ષેપ છે કે, જે અધિકારીનું કામ પોર્ટની છબી સુધારવાનું છે, તેઓ જ ખાનગી શિપિંગ પેઢીઓ અને એજન્ટોના વચેટીયા બનીને પોતાની અંગત તિજોરી ભરી રહ્યા છે. સરકાર પાસેથી ઊંચો પગાર અને સુવિધાઓ મેળવ્યા બાદ પણ ખાનગી હિતો માટે કામ કરવું એ નૈતિક અધઃપતન અને પદના શપથનું ઉલ્લંઘન છે.સૌથી ચોંકાવનારી બાબત CSR ફંડ અને પોર્ટની મિલકતોમાં ભાગીદારીની છે. સામાજિક ઉત્તરદાયિત્વ ના નામે આવતા કરોડો રૂપિયામાં ‘કટકી પ્રથા’ અને માનીતાઓને જ લાભ આપવાની નીતિ પોર્ટના મૂળભૂત ઉદ્દેશ્યને નુકસાન પહોંચાડી રહી છે. આંબેડકર ભવન જેવા જાહેર સ્થળોના કોન્ટ્રાક્ટમાં સીધી કે પરોક્ષ રીતે ભાગીદારી કે ડ્યુટી ફ્રી શોપના ટેન્ડરોમાં બીડ ભરનારી પાર્ટીઓની સાથે પડદા પાછળના ખેલ એ બાબતનો પુરાવો છે કે ભ્રષ્ટાચારના મૂળ કેટલા ઊંડા આ બની બેઠેલા પીઆરઆો મહાશય મારફતે ઉતરી ગયા છે.DPA ના વર્તમાન ચેરમેન દ્વારા પોર્ટના વિકાસ માટે સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે,
પરંતુ આવા ભ્રષ્ટ અધિકારીઓ તેમની મહેનત પર ‘કાળી ટીલી’ સમાન છે. જ્યારે કોઈ અધિકારી વહીવટદાર બનીને પોર્ટના દબાણો હટાવવાને બદલે તેમાં ‘વહીવટ’ કરવા લાગે, ત્યારે સંસ્થાની વિશ્વસનીયતા જોખમાય છે.હવે સમય આવી ગયો છે કે DPA ચેરમેન અને
શિપિંગ મંત્રાલય આ મામલે મૌન તોડે. માત્ર બદલી કરવાથી આ સડો અટકશે નહીં; આ ગંભીર આક્ષેપોની ઉચ્ચસ્તરીય તપાસ થવી જોઈએ. શું એક એશીયાના ટોપમોસ્ટ પોર્ટના પીઆરઆો જેવા સરકારી અધિકારી
પોતાની મર્યાદા બહાર જઈને ખાનગી પેઢીઓનો એજન્ટ બની શકે? સીએસઆર ફંડની લ્હાણી આડેધડ કરાવી શકે? પોતે ટેન્ડરીંગ પ્રક્રીયામાં પડદા પાછળ રહીને ભાગ ભજવી શકે? જો જવાબ ‘ના’ હોય, તો પછી આવા તત્વોની
હકાલપટ્ટી કરવામાં વિલંબ કેમ? કંડલા પોર્ટની ગરિમા જાળવવા માટે આ ‘સફાઈ અભિયાન’ અત્યંત અનિવાર્ય છે.બીજીતરફ આ બાબતે ડીપીએ કંડલાના ચેરમેનશ્રી સુશીલકુમારનો મત જાણવાનો પ્રયાસ તેમના ફોનની ઘંટડી સતત રણકતી રહી હોવાથી વિફળ નીવડયો હતો. અનેક પ્રયાસો સુધી ચેરમેનશ્રીએ ફોન ઉપાડી પ્રતિક્રીયા આપવાની તસ્વી ન લેતા તેમનો મત આ વિષયમાં જાણી શકાયો નથી.
..................
ડીપીએ-પોર્ટ સંકુલ હિત-સરકારી કાર્યવાહી ઓછી
સસ્તી પ્રસિદ્ધીના ત્રાગા-નાટકોમાં વધુ હોવાનો વર્તારો
ડીપીએ-કંડલા પોર્ટ દ્વારા સિદ્ધીઓની વાત થાય છે, પરંતુ તેના મુળમાં રહેલા શ્રમિકો-કામદારોના જીવો હણાય છે તેની સુવિધાઓ-સલામતીઓ માટે શું પગલા લીધા? કદાચ નામપુરતા પગલા લીધાય હશે તો કેટલાક કિસ્સાઓમાં શ્રમિકોને અપાવ્યા છે વળતર, વળતર પણ આપી દીધા હશે પરંતુ આરોપીઓ સમાન તે પેઢીઓની સામે શું લીધા છે ધાક બેસાડતા પગલા?
દબાણો હટાવાની કામગીરી એક ચોકકસ વર્ગ-સમુદાયના લોકોને જ નિશાન બનાવાતા હોવાની ઉઠી છે ચકચાર,
વરસોથી રહી રહેલા લોકોને બેઘર બનાવાયા, તેમાં કોઈ એક જ સમુદાય કેમ નિશાને રહ્યો? તેની પાછળના છુપા એજન્ડાઓ શું રહ્યા છે? મીઠાના દબાણો દુર કરવા માટેનો ટેન્ડર ઓફલાઈન કેમ નીકળ્યો? ઓનલાઈન ટેન્ડર કેમ બહાર ન પાડવામાં આવ્યુ?
ગાંધીધામ : ડીપીએ-કંડલા સંકુલ પાછલા અમુક સમયથી હકીકતમાં જમીની કાર્યવાહીથી દુર જઈ અને તદન તઘલખશાહી-ઈજારાશાહીભર્યા વલણથી આગળ વધી રહી હોય તેવો કચવાટ સંકુલમાં ઉભો થવા પામી રહ્યો છે. બની બેઠેલા જનસંપર્ક અધિકારી જે રીતે ઉચ્ચ અધિકારીઓને ઉલ્ટા ચશ્મા પહેરાવાઈ રહ્યા છે તે રીતે જ કામો થવા પામી રહ્યા હોવાની સ્થીતી સર્જાયેલી જોવાઈ રહી છે. વર્તમાનમા ડીપીએનું તંત્ર જમીની કાર્યવાહીના બદલે માત્ર અને માત્ર વાહી વાહી લુંટવામાં જ વ્યસ્ત હોય તેવો પણ એક સુર ઉઠી રહ્યો છે. જો કદાચ ઐતિહાસીક કામગીરી થઈ છે તો તેના મુળમાં રહેલા શ્રમિકો-કામદારોને શું લાભાલાભ કરાવ્યા છે? માત્ર નામ પુરતી શાલ ઓઢાડી અને રાત-દિવસ તેમની પાસેથી આંધણું કામ લઈ અને લોહીચુસણા જ કરવામા આવી રહ્યા હોવાની સ્થિતી છે. પોર્ટનો વીકાસ, આંકડાઓમાં આભાસી રીતે ઉભાો કરવામા આવી રહ્યો છે કે, બાકી તો પોર્ટ પરથી કોલસાચોરી કરોડોની થવા પામી રહી હોવાની ઘટનાઓ રેકર્ડ પર ચડી રહી છેા? કેમ તેને અટકાવી શકાતી નથી? વેપારી અને પોર્ટ યુજર્સને માટે શું સગવડો કરવાા આવી છે?
................
બની બેઠલ પીઆરઓ સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોની વણઝાર
૧. CSR ફંડમાં અંધાધૂંધી : પોર્ટના CSR ફંડની ફાળવણીમાં PRO ની ‘અંધાધૂંધી’ સામે આવી છે. કટકી પ્રથા અને ભ્રષ્ટાચારના સડાને કારણે સાચા જરૂરિયાતમંદોને બદલે માનીતાઓને લાભ અપાઈ રહ્યો હોવાના આક્ષેપ છે. માનીતાઓમાં પણ એવા તત્વોને સેવાના દાન અપાઈ રહ્યા છે જેઓની સામે ચીટીંગ-ઠગાઈ અને દુષ્કર્મની ફરીયાદો પોલીસ મથકમાં પડતર પડેલી છે. CSR ફંડની ફાળવણી કયા માપદંડોના આધારે કરવામાં આવે છે? શું આ ફંડ જનતાના હિત માટે છે કે પછી તમારી ‘કટકી પ્રથા’ અને માનીતાઓને સાચવવા માટેનું સાધન બની ગયું છે? ર. ભાગીદારીના ખેલઃ આંબેડકર ભવનના કોન્ટ્રાક્ટ (ઠેકા) માં તેમજ ડ્યુટી ફ્રી શોપમાં પણ PRO ની પડદા પાછળની ભાગીદારી હોવાની વિગતો ચર્ચાઈ રહી છે.આંબેડકર ભવનના કોન્ટ્રાક્ટ અને ડ્યુટી ફ્રી શોપમાં તમારી સીધી કે આડકતરી ભાગીદારી હોવાની ચર્ચાઓમાં કેટલી સચ્ચાઈ છે? શું કોઈ સરકારી અધિકારી આ રીતે વ્યવસાયિક ભાગીદારી રાખી શકે? ૩.દબાણોમાં વહીવટઃ પોર્ટની જમીનો પર થયેલા દબાણો હટાવવાને બદલે તેમાં વહીવટ કરી સેટલમેન્ટ કરવામાં આવતું હોવાનું ચર્ચાય છે. ૪. ખાનગી પેઢીઓના એજન્ટઃ સરકાર પાસેથી લાખોનો પગાર લેતા આ અધિકારી શિપિંગ પેઢીઓ અને ખાનગી લોકોના એજન્ટ તરીકે કામ કરી રહ્યા હોવાથી પોર્ટની ગરિમા જોખમાઈ છે. તમારું મૂળ કામ જનસંપર્કનું છે, તો પછી પોર્ટના દબાણો અને અન્ય વહીવટી બાબતોમાં ‘સેટલમેન્ટ’ કરવા માટે તમને સત્તા કોણે આપી? પ. ચેરમેનશ્રીની આભાને બટ્ટો :ચેરમેનની છબીને નુકસાનઃ જ્યારે આખું પોર્ટ પ્રગતિ કરી રહ્યું છે, ત્યારે તમારી શંકાસ્પદ કાર્યશૈલીને કારણે ચેરમેન અને પોર્ટની પ્રતિષ્ઠા પર જે ‘બટ્ટો’ લાગી રહ્યો છે, તેના માટે તમે જવાબદાર નથી? ૬. જવાબદારી અને પારદર્શિતાઃ શું તમે તમારી અસ્કયામતો જાહેર કરવા તૈયાર છો? પોર્ટમાં ચાલતી ભ્રષ્ટાચારની ‘કાલી તિલ્લી’ સમાન હરકતો પાછળ કોના આશીર્વાદ છે?
...............................
કાર્ગો હેન્ડલીંગના રેકોર્ડનો ફુગ્ગો તરત ફુટી જશે
માત્ર વાડીનારને ડીપીએથી અલગ કરો, તો પીઆરઓ-
પ્રશાસનકારો ની વાહવાહીની ફિલ્મ તરત જ થશે કકડભુસ!
ગાંધીધામ : ડીપીએની વર્તમાન બોડી અને પ્રશાસનકારો તથા પીઆરઓ કાર્ગો હેન્ડલીંગના વિક્રમો રચ્યાનો દાવો કરી રહ્યા છે, પરંતુ શું આ બધુ જ ડીપીએ-કંડલા પોર્ટ માત્રને આભારી છે? ના જરા સહેજ પણ નહી.! હકીકતમાં ડીપીએના કાર્ગો હેન્ડલીંગના લક્ષ્યાંકમાં જોવામાં આવશે, આંકડાઓ અલગ તારવવામાં આવશે તો ખ્યાલ આવી જશે કે, આ બધી જ સિદ્ધીઓમાં સૌથી વધારે તો વાડીનાર પોર્ટનો ફાળો છે? તેના લીધે ડીપીએ કંડલા બંદર આ યશ ખાટી રહ્યુ છે? જો આકડાઓ દેખાડાય છે તેમાં વાડીનાર પોર્ટને અલગ કરી દેવામા આવશે તો ડીપીએ-કંડલા પોર્ટના આંકડાઓ અને વિક્રમ રચવાની વાતો જ કકડકભુસ થવા પામી જશે. તમામ રેકોર્ડનો આભાસી ફુગ્ગો જરા વારમાં ફુટી જશે.

Comments